Site icon Time News

Ambaji: Stones pelted at family’s car; અંબાજી મંદિરે દર્શન કરી પરત ફરતા પરિવારની કાર પર પથ્થરમારો

અંબાજી માર્ગ પર ફરી એક વાર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અંબાજી મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા એક પરિવારની કાર પર મોડી રાત્રે અજાણ્યા શખ્શોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના પાંછા વિસ્તાર નજીક બની હોવાનું સામે આવ્યું છે.

ભોગ બનનાર પરિવાર જ્યારે અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. તે સમયે પાંછા વિસ્તાર નજીક અચાનક અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા અને તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને લીધે કારની પાછળના અને બાજુના કાચને નુકશાન થયું હતું. ઘટનાને લઈ પરિવાર ડરી ગયો હતો અને જીવના જોખમે ગાડી ભગાડી મુકી હતા. તેઓ પોલીસનો પણ સંપર્ક કરી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, અંબાજી નજીક આવી ઘટનાઓ વારંવાર બને છે. આ પ્રકારની ઘટનાઓની પુનરાવૃત્તિને કારણે અંબાજી આવતા યાત્રિકોમાં ભયનો માહોલ છવાયો છે. તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવાની માગ ઊઠી છે.

આ પણ વાંચો, Ahmedabad: હોટલના બેન્ક્વેટમાં સગાઈ દરમિયાન ચોરી, મહેમાનોના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ 4.89 લાખની ચોરી કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version