ઘટાડા સાથે શેરબજારની થઇ શરૂઆત, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો
બજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. સેન્સેક્સ 531.92 પોઇન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 82,014.54 પર શરૂઆત થઇ હતી. જ્યારે નિફ્ટી 177.35 પોઇન્ટ એટલે કે 0.7 ટકાના ઘટાડા સાથે 25,102.50ના પોઇન્ટ સાથે શરૂઆત થઇ હતી.
સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક 3 ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે S&P500 ના મોટા ભાગના સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કી પણ 3 ટકા તૂટ્યો હતો. યુએસ માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ચિપ નિર્માતા Nvidia (NVIDIA શેર) ના શેર સૌથી વધુ 10 ટકા ઘટ્યા હતા.
વૈશ્વિક બજારમાં ખરાબ મૂડની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. પાછલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો અને બુધવારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો હતો. BSE સેન્સેક્સ 567.26 પોઈન્ટ અથવા 0.69 ટકા ઘટીને 81,988.18 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 185.40 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટીને 25,094.40 પર ખુલ્યો હતો. અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 82,555.44 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 25,279.85 ના સ્તરે બંધ થયો હતો.