શેરબજાર ઓલ ટાઇમ હાઇ:સેન્સેક્સ 374ના વધારા સાથે 77,366 પર પહોંચ્યો

શેરબજારે આજે એટલે કે 18મી જૂને નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 77,366ની સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં તે 250થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,250ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી પણ 114 પોઇન્ટ ચઢીને 23,579ના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો. હાલ તે 50 અંકથી વધારેની તેજી સાથે 23,550ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં નિફ્ટીએ શુક્રવારે પણ ઓલ ટાઇમ હાઈ બનાવી હતી.
આજના કારોબારમાં આઈટી અને એનર્જી શેર સૌથી ઝડપથી વધી રહ્યા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.83% ઉપર છે. બેંક અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ લગભગ અડધા ટકા સુધી ઉપર છે. મીડિયા, મેટલ અને ફાર્મા ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ અને ગેસ અને હેલ્થકેર પણ ડાઉન છે.
બજારમાં તેજીનું કારણ
- સોમવારે યુએસ માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. ડાઉ જોન્સ 0.49% વધીને 38,778 ના સ્તર પર બંધ થયો. S&P પણ 0.77% વધીને 5,473 પર બંધ રહ્યો હતો.
- સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ખરીદાયા અને 8 વેચાયા. જ્યારે નિફ્ટી 50માં 40 શેરમાં ખરીદી અને 10 શેરમાં વેચવાલી છે.
- મોટા ભાગના સેક્ટરમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. આઈટીમાં 0.83%નો ઉછાળો હતો. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.65% અને મેટલ 0.59% ઉપર છે.
HALના શેરમાં 5%થી વધુનો ઉછાળો
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ને રક્ષા મંત્રાલયે 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદદારીના પ્રસ્તાવ માટે રિક્વેસ્ટ કરી છે. આ સમાચારને કારણે HALના શેરમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.