Business
સતત 7માં દિવસે શેરબજાર ઓલટાઇમ હાઇ, નિફ્ટી 20000ને પાર, રોકાણકારો માલામાલ
નિફ્ટી 50 આજે તેની રેકોર્ડ ઊંચાઈ એ પંહોચ્યું છે. 20 જુલાઈ 2023 પછી નિફ્ટીએ 19992ના રેકોર્ડ સ્તરને વટાવી દીધો છે. નિફ્ટીએ 36 સેશનમાં આ રેકોર્ડ સ્તર પાર કરી લીધું છે.
આજે જે શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ અને એપોલો હોસ્પિટલ ટ્રેડ થઈ રહ્યા છે.
તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 528 પોઈન્ટના ઉછાળા સાથે 67,127 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 20,000ની સપાટીએ બંધ રહ્યો હતો.