મોબાઇલ એન્ડ ટેક

LinkedIn, Yahoo જેવી સાઇટ્સથી 220 કરોડ યુજરનેમ-પાસવર્ડ ચોરી

છેલ્લા કેટલાક સમયથી સતત ઓનલાઈન ડેટા લીક થવાના સમાચારો મળતા જ રહ્યા છે. Facebook, Yahoo અને Marriot Hotels ડેટા લીક મામલો હજુ સુધી ભુલાયો નથી. આટલી મોટી સંસ્થાઓ કે દિગ્ગજ કંપનીઓના ખુબજ સરળતાથી ડેટા લીક થાય પછી એકવાર આ મામલે સુરક્ષાને લઈને સવાલ ઉઠે તે સ્વાભાવિક છે.

હજુતો આ મામલાઓ સમ્યા નથી ત્યા ફરી એકવાર આવાજ ખુબજ મહત્વપૂર્ણ કહી શકાય તેવા ડેટા લીક થયાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. જાહેર કરવામાં આવી રહ્યુ છે કે આ લીકમાં 220 કરોડ ઈમેલ અને પાસવર્ડ ચોરી થયા છે. આ ડેટા ખુબજ સરળતાથી ઓનલાઈન મળી જાય છે.

જર્મનીના એક રિચર્સ ગ્રુપે આ લીક થયેલ મામલાને લઈને ખુલાસો કર્યો હતો. આ ડેટાને સાઈબર ક્રિમિનલ્સ ખુબજ સરળતાથી એક્સેસ કરી તેનો દુરઉપયોગ કરી શકે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રિસર્ચર ટ્રોય હન્ટે ખુલાસો કર્યો હતો કે 77 કરોડથી વધુ એકાઉન્ટની જાણકારી ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે જે ખુબજ ગંભીર વાત છે.

જો તમે તમારા એકાઉન્ટની સુરક્ષા ચેક કરવા માંગો છો તો તમે https://haveibeenpwned.com વેબસાઈટ પર જઈને તમારા ઈમેલ આઈડીને એન્ટર કરવાનું રહેશે. જો તમને ખબર પડે કે તમારૂ આઈડી હેક થયુ છે તો તાત્કાલીક તમારો યૂઝરનેમ અને પાસવર્ડ બદલી લો. સમય સમય પર તમારો પાસવર્ડ બદલતા રહો. જર્મનીના હૈસ્સો પ્લેટનર ઈન્સ્ટીટ્યુટે કહ્યુ છે કે ક્રિમિનલ્સ ખુબજ સરળતાથી આને એક્સેસ કરી શકે છે જે ખુબજ ગંભીર વાત છે. લીક થયેલા આ ડેટાની સાઈઝ 845GB છે અને આ કેટલાક હેકર ફોરમ સાથે ટોરેન્ટ પર ઉપલબ્ધ છે.

ચોરી થયેલા આ ડેટા લાંબા સમયથી Yahoo, LinkedIn અને Dropbox જેવી કંપનીઓ પાસેથી આ ડેટા એકઠો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જે લીક ડેટા હોય છે તેને સામાન્ય રીતે ડાર્ક વેબ પર વેચી દેવામાં આવે છે. આનો સીધો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને એક્સેસ કરી શકે છે અને ઓટોમેટેડ ટેકનીકથી યૂનીક યૂઝરનેમ અને પાસવર્ડના એકાઉન્ટને હેક કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button