ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ
ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પ્રેક્ટિકલ પરીક્ષાની આજથી શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત બોર્ડના દોઢ લાખથી વધુ અને સીબીએસઇના બાર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોય ત્યારે તમામ રાજ્યો અને સેન્ટ્રલ બોર્ડને વહેલી પરીક્ષાઓ યોજવાની સૂચના આપવામાં આવી હતી સૌ પ્રથમ આજે સીબીએસઈ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વોકેશનલ કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. ૫મી માર્ચથી મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. એ જ રીતે આજથી ધોરણ ૧૨ની વિજ્ઞાન પ્રવાહ ગુજરાત બોર્ડની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ મુખ્ય વિષયોની પરીક્ષાનો આરંભ આગામી ૭મી માર્ચથી થશે. આજની પરીક્ષામાં કુલ ૩૭૭ પરીક્ષા કેન્દ્રો નિયત કરાયાં છે. જેમાં ૧.૫૭લાખ વિદ્યાર્થી પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા છે.
૨૫ ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હતી. આ વર્ષે પહેલી વાર બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. જેમાં પરીક્ષા પૂરી થયાના એક કલાકની અંદર જ જે તે વિદ્યાર્થીના જે તે પેપરના માર્ક ઓનલાઇન બોર્ડને મોકલવાનું ફરજિયાત કરાયું છે. જે પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ શિક્ષક સહિત બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પરીક્ષકો દ્વારા લેવાશે. અને અમદાવાદ શહેરની કુલ ૨૭ શાળાને પરીક્ષા માટેના સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શહેરના નવ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહયા છે. જયારે અમદાવાદ ગ્રામ્ય ઝોનમાં ૨૨ કેન્દ્રોમાં ૬૮૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.