ગુજરાત વિધાનસભાનું લેખાનુદાનનો 5 દિવસીય સત્રનું આજથી પ્રારંભ
ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન 5 દિવસનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર હંગામેદાર બને તો નવાઈ નહીં, અને કોગ્રેંસ દ્વારા પોતાની રણનીતિઓ તૈયાર કરીને ભાજપને ખેડૂતોની સ્થિતિ અને રાજ્યમાં વધતાં
અપરાધ, મોંઘવારી વગેરે મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. તો બીજી તરફ સત્તા પક્ષ ભાજપ પણ રાજ્યમાં પોતાના કરેલા કામો તથા ખેડૂતોને સહાય, ગુડ ગવર્નશ અને રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવશે. સાથે જ સવારથી સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિસદમાં જણાવ્યું કે, સરકાર બધાં જ મોરચે નિષ્ફળ ગઈ છે.
https://www.youtube.com/watch?v=Oiw212qykr0
લેખાનુદાન સત્ર બોલાવીને ભાજપ પણ પોતાની ચૂંટણીનો ઢંઢેરો પીટીને પોતાની નિષ્ફતા છુપાવાનો પ્રયાસ કરી રહી છે. સરહદો પર જવાનો શહીદ થઈ રહ્યાં છે ત્યારે સરકાર ફક્ત વાતો સિવાય કશું કરી નથી રહી. અને આ સત્ર નો સમય ઓછો રાખીને સરકાર વિપક્ષ નો અવાજ દબાવી રહી છે. ત્યારે ધારાસભ્યના વિસ્તારના પ્રશ્નો આટલા 4 દિવસના ટૂંકા ગાળા માં કઈ રીતે રજૂ કરી શકે.