ST કર્મચારીઓની હડતાળથી મુસાફરો પરેશાન, સીએમ રૂપાણીએ હડતાળને પાછી ખેંચવા કરી અપીલ
અવાર નવાર ઘણા કર્મચારીઓ તેમની માંગણીઓને લઇને હડતાળ કરે છે. જ્યારે ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માંગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં બુધવારે રાતે 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના પગલે રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા 24 લાખ જેટલા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં ગાંધીનગર અને અમદાવાદ બસસ્ટેન્ડ ખાલી ખમ છે.
એસટી નિગમના ત્રણેય યુનિયન મજૂર મહાજન, ઇન્ટુક અને બીએમએસની સંકલન સમિતિના અગ્રણી ધીરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ ઉપરાંત વારસદારોને નોકરી અથવા પેકેજ આપવા, ફિક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવું, સહિત અનેક પડતર માગણીઓના લઈ ને દરેક એસટી વિભાગ ના કર્મચારી પોતાના કામથી અડગાં છે.
આ અંગે કર્મચારી સંકલન સમિતિના અગ્રણી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર જો અમારી પડતર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડશે તો અચોક્કસ મુદતની હડતાળ પર જઇશું. તે સિવાય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અપીલ કરી છે કે પ્રજા વર્ગોને મુશ્કેલી ન પડે તે માટે એસ ટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે. તેમજ રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવશે.
https://www.youtube.com/watch?v=0jz2jOA8a64&feature=youtu.be