Gujarat

ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી: આટલા રૂપિયા ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો

ગુજરાત રાજ્યમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે તો મોંઘવારીના કડવા ઘૂંટને અમૃત સમજી ઉતારવો પડશે. ગઈ કાલે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોમાં વધારો કર્યો છે.

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે અને નોન AC સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે. સાથો સાથ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, 2014 બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો છે.

સરકારી એક્સપ્રેસ બસના જૂના-નવામાં ભાડામાં કેટલો તફાવત રહે છે તે તપાસીએ. જેમાં ઉદાહરણ તરીકે રાજકોટની વાત કરીએ તો તે અમદાવાદથી લગભગ 215 કિમી અંતરે આવેલું છે જેના જૂના ભાડામાં મુસાફરને 147 રૂપિયા ભાડું આપવુ પડતું હતુ જ્યારે હવે તેને લગભગ 183 રૂપિયા ચુકવવા પડશે. લોકલ બસ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો એટલે કે લગભગ 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. તેમજ ભાડા વધારાને કારણે દૈનિક લગભગ 24 લાખ લોકોને અસર થશે

રૂટ જૂનુ ભાડું – રૂપિયા નવું ભાડું – રૂપિયા (અંદાજે)
અમદાવાદ – વડોદરા 98 124
અમદાવાદ – સુરત 156 193
અમદાવાદ – રાજકોટ 137 171
અમદાવાદ – અંબાજી 120 150
અમદાવાદ – પાનપુર 106 133
અમદાવાદ – દાહોદ 150 186
અમદાવાદ – સુરેન્દ્રનગર 97 121
અમદાવાદ – ભૂજ 200 250
અમદાવાદ – વલસાજ 215 269

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button