મેચ ફિક્સિંગ પર શ્રીસંતનું નિવેદન, પોલીસ ટોર્ચરના કારણે સ્વીકાર કર્યો ગૂનો
સ્પોટ ફિક્સિંગના મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. શ્રીસંતે કોર્ટમાં જણાવ્યું કે, તે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ટોર્ચરથી બચવા માટે 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનું સ્વીકાર્યું હતું.
શ્રીસંતે જજ અશોક ભૂષ અને કે. એમ. જોસેફની બેન્ચને જણાવ્યું કે દલાલોએ તેને સ્પોટ ફિક્સિંગમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે તેમાં ફસાયો ન હતો. શ્રીસંત પર આ વિવાદને કારણે આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
શ્રીસંતની વાત સાબિત કરવા માટે તેના વકીલે શ્રીસંસત અને બુકીની વચ્ચે મલયાલમમાં થયેલ વાતચીતનો અનુવાદ કોર્ટને જણાવ્યો. કોર્ટે તેના પર બીસીસીઆ પાસે જવાબ માગ્યો છે. સાથે જ પૂર્વ ખેલાડી દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજો પર પણ જવાબ આપવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીસંત પર બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધને જાળવી રાખ્યો છે. આ નિર્ણયને શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.