રમત-જગત
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન માણતો ફોટો કર્યો શેર
ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પત્ની અનુષ્કા શર્મા વેકેશન માણતો ફોટો શેર કર્યો છે. ફોટોમાં વિરાટ અને અનુષ્કા ન્યુઝીલેન્ડના જંગલમાં ફરતા નજરે પડે છે. આ ફોટો ઉપર અત્યાર સુધીમાં 6.20 લાખ લાઇક્સ અને 4622 કમેન્ટ્સ આવી ચૂકી છે.
બીસીસીઆઈએ આ સિરીઝની છેલ્લી બે વનડે અને ટી-20 સિરીઝ માટે કોહલીને આરામ આપ્યો હતો. તે પછી તે પત્ની અનુષ્કા સાથે હોલીડે ઉપર નીકળી ગયો હતો.
ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 મેચની સિરીઝ રમશે. બીસીસીઆઈએ આ ટી-20 સિરીઝ માટે કોહલીને આરામ આપ્યો હતો. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. આ સિરીઝમાં વિકેટકીપર ઋષભ પંતની પણ વાપસી થઇ છે.