રમત-જગત

રાજસ્થાન રોયલ્સે પૈડી અપટનને મુખ્ય કોચ નિયુક્ત કર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે રાજસ્થાન રોયલ્સે પૈડી અપટનને પોતાનો કોચ નિયુક્ત કર્યો છે. તેઓ પહેલા પણ રાજસ્થાનના કોચ રહી ચુક્યા છે. પૈડી અપટન આઈપીએલની સિઝન 2013થી લઈને 2015 સુધી રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ હતા. ત્યારબાદ બે સિઝન 2016-2017માં તે દિલ્હી ડેયરડેવિલ્ડના સ્પોર્ટ સ્ટાફમાં હતા.

આ સાથે અપટન વિશ્વભરમાં આયોજીત થનારી ઘણી ટી20 ટૂર્નામેન્ટની ટીમો સાથે જોડાયેલા રહ્યાં છે. બિગ બેશ લીગમાં તે સિડની થંડરને પણ ટાઇટલ અપાવી ચુક્યા છે. તે 2011માં વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના કોચ ગૈરી કર્સ્ટનના સ્ટાફનો પણ ભાગ રહી ચુક્યા છે. તે દક્ષિણ આફ્રિકન ટીમમાં પ્રદર્શન ડાયરેક્ટરનું પદ સંભાળ્યાની સાથે સાથે પીએસએલમાં પણ ટીમોનો કોચિંગ આપી ચુક્યા છે.

રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે અપટનના જોડાવા પર ટીમના ક્રિકેટ અધ્યક્ષ જુબિન ભરૂચાનું કહેવું છે કે, જે રીતે તેઓ અનુભવ અને જાણકારી ટીમને પ્રદાન કરે છે તે અદ્વિતીય છે. કોચ, માર્ગદર્શનક અને વૈજ્ઞાનિક ટ્રેનર હોવાને કારણે અપટન આધુનિક રમતને સારી રીતે સમજે છે. અમે તેમને ટીમમાં ફરીથી જોડીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ અને ઝડપથી નવી સિઝન માટે તૈયાર થવા માંગીએ છીએ.

રાજસ્થાન રૉયલ્સના માલિક મનોજ બદાલેએ જણાવ્યું હતું કે અમને એ ઘોષણા કરતા ખૂબજ ખૂશી થઇ રહી છે કે પૈડી ટીમમાં સામેલ થઇ રહ્યા છે. અમે ફરી રાજસ્થાન રૉયલ્સ પરિવારમાં તેમનું સ્વાગત કરીએ છીએ, તેઓ એક એવા વ્યક્તિ છે જે રાજસ્થાન રૉયલ્સથી પરિચિત છે અને રમતમાં ઉચ્ચ સ્તર પર પહોંચ્યા છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button