લો બોલો… ક્રિકેટર કૃણાલ પંડ્યા વડોદરાના 200થી વધુ યુવા ક્રિકેટરને આપશે આટલા લાખના શૂઝ
રમત ગમતના ક્ષેત્રે નામના મેળવ્યા બાદ અનેક રમતવીરો પોતાના સાથી મિત્રો અને માતૃ સંસ્થાને ભૂલી જવાના કિસ્સા બને છે. પરંતુ હાર્દિક બાદ કૃણાલ પંડ્યાએ હવે નવો ચીલો ચીતર્યો છે. કૃણાલ પંડ્યાએ વડોદરા શહેરની વિવિધ એકેડમીના 200 કરતાં વધુ યુવા ક્રિકેટરોને મોંઘાદાટ શૂઝ આપવાનું બીડું ઝડપ્યું છે, જેના કારણે યુવા ક્રિકેટરોની સુવિધામાં વધારો થશે.
દેશની જાણીતી બ્રાન્ડની કંપનીના મોંઘાદાટ શૂઝની કિંમત પાંચથી છ હજાર અંદાજવામાં આવી છે. વડોદરા શહેરની વિવિધ એકેડમીના ટ્રેઇની ક્રિકેટરોને આ શૂઝ આપવામાં આવશે. હાર્દિક-કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘આ અભિયાન માટે વડોદરા શહેરની વિવિધ એકેડમી પાસેથી ક્રિકેટરોનાં નામ મંગાવવામાં આવ્યાં છે. નામોની યાદી આવી ગયા બાદ
શૂઝની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે શૂઝ કંપની સાથે વાતચીત થઈ ગયેલી છે. થોડાક સમય પહેલાં હાર્દિક પંડ્યાએ એક ફાઉન્ડેશન માટે રૂા.10 લાખનું દાન કર્યું હતું.
હાર્દિકે બે વર્ષ પહેલાં કોચને કાર ભેટ આપી હતી.પંડ્યા બંધુઓ શરૂઆતથી જ ભેટ અને ડોનેશન આપવામાં અગ્રેસર રહ્યા છે. બે વર્ષ પહેલાં હાર્દિક પંડ્યાએ તેના કોચ જીતેન્દ્રસિંગને મોંઘી કારની ભેટ આપી હતી. કાર આપ્યા બાદ કોચને રિલાયન્સમાં કોચ તરીકે સારી જોબ પણ અપાવી હતી.