IPL Auction Live: જયપુરમાં ખેલાડીઓની હરાજી, જયદેવ ઉનડકટ 8.4 કરોડમાં વેચાયા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી થઈ રહી છે. ત્રીજા રાઉન્ડમાં વરૂણ ચક્રવર્તી 8.4 કરોડ રૂપિયામાં વેચાયો, જેને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો. તે અનકેપ્ડ ખેલાડી હતો અને તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. તો શિવમ દુબેને 5 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો. તે પણ અનકેપ્ડ ખેલાડી હતી અને તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી.
બીજા રાઉન્ડ સુધી 15 ખેલાડીઓ વેચાયા હતા. જેમાંથી 6 વિદેશી હતા. બીજા રાઉન્ડમાં સૌથી પહેલાં જયદેવ ઉનડકટ વેચાયો છે. તે અત્યાર સુધીના સૌથી મોંધો ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 8.4 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે મલિંગા બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ અને ઈશાંત શર્મા રૂ. 1.20 કરોડમાં વેચાયો છે.
પહેલાં રાઉન્ડમાં 9 ખેલાડીઓ વેચાયા છે. તેમાં પાંચ વિદેશી ખેલાડી છે. સૌથી પહેલા ખેલાડી હનુમા વિહારી રૂ. 2 કરોડમાં વેચાયા હતા. ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 5 કરોડમાં ખરીદ્યા. ભારતીય અક્ષર પટેલ અત્યાર સુધીના સૌથી મોંઘા રૂ. 5 કરોડમાં વેચાયો છે. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને ખરીદ્યો. જોકે યુવરાજ સિંહને ખરીદવામાં અત્યાર સુધી કોઈ ટીમે રસ દાખવ્યો નથી.
પહેલા હરાજીમાં કુલ 346 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા હતા, જોકે તે પછી ખેલાડીઓની સંખ્યા 351 થઈ ગઈ હતી. તેમાં 228 ખેલાડીઓ ભારતીય અને 13 દેશના 123 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જોકે ફ્રેન્ચાઈઝી તેમાંથી મહત્તમ 70 ખેલાડીઓની ખરીદી કરી શકશે.
ડેલ સ્ટેન- બેઝ પ્રાઈઝ 1.50 કરોડ, અનસોલ્ડ.
– લૌકી ફગ્યુસન- બેઝ પ્રાઈઝ 1 કરોડ, કોલકાતા નાઈટરાઈડર્સે 1.60 કરોડમાં ખરીદ્યો.
– મોર્ને મોર્કેલ- બેઝ પ્રાઈઝ 1.50 કરોડ, અનસોલ્ડ.
– કેન રિચડર્સન- બેઝ પ્રાઈઝ 1 કરોડ, અનસોલ્ડ.
– આર વિનયકુમાર- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.
– બરિંદર સરન- બેઝ પ્રાઈઝ 50 લાખ, જેને મુંબઈ ઈન્ડિયન્સે 3.40 કરોડમાં ખરીદ્યો.
– ગ્લેન ફિલિપ્સ- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.
– હેનરિચ ક્લાસેન- બેઝ પ્રાઈઝ 50 લાખ, રાજસ્થાન રોયલે આ કિંમતે જ ખરીદ્યો.
– મુશાફિકુર રહીમ- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.
– કુશલ પરેરા- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.
– લ્યૂક રોન્ચી- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.
– સેમ કુરેન- બેઝ પ્રાઈઝ 2 કરોડ. કિંગ્સ ઈલેવન પંજાબે 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– જેસન હોલ્ડર- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.
– પરવેઝ રસૂલ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતો, તે પણ અનસોલ્ડ રહ્યો.
– કોરી એન્ડરસન- બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતો, અનસોલ્ડ.
– રૂષિ ધવન- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.
– એન્જેલો મેથ્યૂઝ- બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતો, તે પણ અનસોલ્ડ રહ્યો.
– જેમ્સ નીશમ- બેઝ પ્રાઈઝ 75 લાખ, અનસોલ્ડ.
– હાશિમ અમલા- બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતો. જે અનસોલ્ડ રહ્યો.
– સૌરભ તિવારી- બેઝ પ્રાઈઝ 50 લાખ, અનસોલ્ડ.
– શોન માર્શ- બેઝ પ્રાઈઝ 2 કરોડ, અનસોલ્ડ.
– કોલિન ઈંગ્રામ- બેઝ પ્રાઈઝ 2 કરોડ, જેને દિલ્હીએ 6.40 કરોડમાં ખરીદ્યો
– રેઝા હેન્ડ્રિક્સ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતો, જેને કોઈએ ખરીદ્યો ન હતો.
– ઉસ્માન ખ્વાજા- બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતો. જેને કોઈએ ન ખરીદ્યો.
– હઝરતુલ્લા જ્જાઇ- બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા, અનસોલ્ડ.
– મુરુગન અશ્વિન- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.
– રવિ સાઈ કિશોર- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.
– કેસી કરિયપ્પા- બેઝ પ્રાઈઝ 20 લાખ, કોઈએ ન ખરીદ્યો
– ઝહીર ખાન પખ્તીન- બેઝ પ્રાઈઝ 40 લાખ, અનસોલ્ડ.
– યુવરાજ ચુડાસમા- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.
– નાથૂ સિંહ- બેઝ પ્રાઈઝ 20 લાખ. જેને દિલ્હીએ આ કિંમતે જ ખરીદ્યો
– જગદીશ સુચિત- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ.
– તુષાર દેશપાંડે- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– ચામા મિલિંદ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– રજનીશ ગુરબાની- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– ઈશાન પોરેલ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– અનિકેત ચૌધરી- બેઝ પ્રાઈઝ 20 લાખ હોવા છતાં કોઈએ ન ખરીદ્યો
– અરૂણ કાર્તિક બાસ્કેર- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– કેએસ ભારત- બેઝ પ્રાઈઝ 20 લાખ, કોઈએ ન ખરીદ્યો.
– અંકુશ બેન્સ- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
– અનુજ રાવત- બેઝ પ્રાઈઝ 20 લાખ, અનસોલ્ડ
બાબા ઈન્દ્રજીત- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ
શેલ્ડન જેક્સન- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, તેને પણ કોઈએ ન ખરીદ્યો
જલજ સક્સેના- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, અનસોલ્ડ
વરૂણ ચક્રવર્તી- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી જેને 8 કરોડ 40 લાખમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો
શિવમ દુબે- બેઝ પ્રાઈઝ 20 લાખ જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5 કરોડમાં ખરીદ્યો.
આયુષ બદોની- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ
સરફરાઝ ખાન- બેઝ પ્રાઈઝ 20 લાખ. કિંગ્સ ઈલેવન પંજાબે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો
અક્ષદીપ નાથ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. અનસોલ્ડ
અરમાન ઝફર- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, કોઈએ ન ખરીદ્યો
અનમોલપ્રીત સિંહ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા. મુંબઈ ઈન્ડિયન્સે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો
અંકિત બવાને- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, તે પણ અનસોલ્ડ રહ્યો
સચિન બેબી- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતો, કોઈએ ન ખરીદ્યો
મનન વોહરા- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા, કોઈએ ન ખરીદ્યો
દેવદત્ત પડિક્કલ- બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતો. જેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ કિંમતે જ ખરીદ્યો
રાહુલ શર્મા- અનસોલ્ડ
અદામ ઝમ્પા- અનસોલ્ડ
ખેરી પેરી- અનસોલ્ડ
ફવાદ અહેમદ- અનસોલ્ડ
મોહિત શર્મા- બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
વરુણ આરોન- રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી.
લસિથ મલિંગા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને તે જ કિંમતે ખરીદ્યો છે.
ઈશાંત શર્મા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 75 લાખ હતી. દિલ્હી કેપિટલ્સે તેને રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો છે.
જયદેવ ઉનડકટ- રાજસ્થાન રોયલ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો, તેની બેઝપ્રાઈઝ રૂ. 1.5 કરોડ હતી
ઋદ્ધિમાન સાહા- તેની બેઝ પ્રાઈસ રૂ. એક કરોડ હતી. સનરાઈઝ હૈદરાબાદે તેને રૂ. 1.20 કરોડમાં ખરીદ્યો
નિકોલસ પૂરન- તેની બેઝપ્રાઈઝ રૂ. 75 લાખ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો
બ્રેન મેકડેર્મોટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, આ પણ અનસોલ્ડ રહ્યો
નમન ઓઝા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તે હજી અનસોલ્ડ રહ્યો
અક્ષર પટેલ- દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને રૂ. 5 કોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી.
કાર્લોસ બ્રેથવેટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 75 લાખ હતી. તેને કોલકાતા નાઈટરાઈડર્સે રૂ. 5 કરોડમાં ખરીદ્યો
ક્રિસ જોર્ડન- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી, તેને કોઈ ટીમે ખરીદ્યો નહીં.
ગુરકીરત સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તે જ કિંમતમાં ખરીદ્યો છે.
યુવરાજ સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. એક કરોડ હતી. હજી સુધી તેને કોઈએ ખરીદ્યો નથી.
મનોજ તિવારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. જેને કોઈ પણ ટીમે ખરીદ્યો નથી.
ચેતેશ્વર પુજારા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે, પરંતુ તે પણ હજુ અનસોલ્ડ છે.
એલેક્સ હેલ્સ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1.50 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.
હનુમા વિહારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો
શિમરોન હેટમેયર- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો.
બ્રેંડન મૈકુલમ- તેની બેઝપ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.
માર્ટિન ગુપ્ટિલ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.
ક્રિસ વોક્સ- તેની બેઝ પ્રાઈસ રૂ. બે કરોડ છે. કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.