37ની ઉંમરમાં ધોનીની ધમાલ, 8 વર્ષ બાદ મળ્યો ‘મેન ઓફ ધ સીરીજ’
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝમાં મહેંદ્ર સિંહ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 37 વર્ષના મહેન્દ્ર સિંઘ ઘોનીએ ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી વન-ડે સિરીઝમાં કુલ 193 રન બનાવ્યા હતા. ધોનીને 8 વર્ષ બાદ વન ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં મેન ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લે ધોનીને મેન ઓફ ધ સીરિઝ ઈગ્લેન્ડ સામે વર્ષ 2011માં રમાયેલી 5 મેચની સીરિઝમાં મળ્યો હતો. આ ધોનીના વન ડે ઈન્ટરનેશનલ સિરીઝમાં 7મો મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિરીઝ દરમિયાન ધોનીના શાનદાર પ્રદર્શનને કારણે ધોનીને મેન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ ધોનીએ સિલેક્ટર્સ દ્વારા વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી T-20માં આરામ આપવામાં આવ્યો હતો. જોકે ધોનીએ વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને આલચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ સિરીઝની જો વાત કરવામાં આવે તો ધોની બે વખત નોટ-આઉટ રહ્યો હતો અને એકવાર અમ્પાયરની બેદરકારીને કારણે ધોનીને ખોટો આઉટ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં પ્રથમ મેચમાં 51 રન બનાવ્યા હતા, આ મેચમાં અંપાયર દ્વારા ખોટી રીતે LBW આપવામાં આવ્યું હતુ. જોકે રિવ્યૂમાં ખબર પડી હતી કે બોલ લેગ સ્ટંપની બહારથી નીકળી ગઇ હતી. એડિલેડમાં ધોની 55 રન સાથે નૉટ-આઉટ રહ્યો હતો. જ્યારે મેલબર્નમાં રમાયેલી અંતિમ મેચમાં ધોની 87 રન સાથે નૉટ-આઉટ રહ્યો હતો.