AUS vs IND – ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલરે કેમ કર્યા બુમરાહના વખાણ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ડેનિસ લિલીએ જસપ્રીત બુમરાહના ખુબ જ વખાણ કર્યા છે અને કહ્યું છે કે, ભારતનો આ બોલર સામાન્ય રીતે કરવામાં આવતી ઝડપી બોલિંગથી તદ્દન અલગ છે. ઝડપી બોલર બુમરાહ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે શાનદાર પ્રદર્શન કર્યુ થે. લિલીએ કહ્યું,મને લાગે છે કે, બુમરાહ ખુબ જ રોચક બોલર છે તે ખુબ જ સોર્ટ રન-અપ સાથે આવે છે.
લિલીએ કહ્યું,તે પહેલા ચાલે છે અને બાદમાં રન-અપથી બોલ ફેંકે છે. તેના હાથ સીધા રહે છે. તેના જેવી લોબિંગ કોઇ પણ પ્રકારની પુસ્તકથી શીખી શકાય નહી. માટે તે મને મારા સમયના એક બોલરની યાદ અપાવે છે. જે અમારા બધાથી અલગ હતાં. તે છે જૈફ થોમસન. લિલીએ એક નિવેદનમાં કહ્યું,જોકે બુમરાહ થોમસન માફક ઝડપી નથી પરંતુ તેનાથી મળતા આવે છે. આ બંન્ને લોકો ઝડપી બોલિંગની આમ પરિભાષાથી તદ્દન અલગ છે.
બુમરાહએ પ્રથણ બે ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધારે 11 વિકેટો લીધી. બીજી ટેસ્ટમાં ભારતના ચાર બોલરો સાથે ઉતરવાના નિર્ણય પર લિલીએ કહ્યું કે હાલમાં ભારતના સારા બોલરો સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું,આ જોવું સારૂ હતું, પરંતુ શુ તમે જાણો છો કે આ માત્ર ઝડપી બોલરોની વાત નથી. ભારત હાલમાં ખુબ જ સારા ઝડપી બોલરો નીકાળી રહ્યું છે.
લિલીએ કહ્યું,’તે ઝડપી બોલિંગમાં ખુબ જ શાનદાર થઇ ગયા છે અને તેઓને ચાર શાનદાર બોલરોની પસંદગી કરવાની હોય તો તેઓ તેમને પસંદ કરશે. મેં બુમરાહને જેટલો પણ જોયો છે તે ખુબ જ સારો ટેસ્ટ બોલર છે. પ્રથમ બે મેચોમાં તેમણે જે બોલિંગ કરી તે ખુબ જ શાનદાર છે.’