આઇસીસીએ આ કારણોસર ધનંજયની બોલિંગ પર લગાવી રોક, જાણો કારણ
શ્રીલંકાના ઓફ સ્પિનરને ગરેકાયદેસર બોલિંગ એક્શનના કારણે આંતરરાષ્ટ્રીય બોલિંગ કરવાથી નિલંબિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે આ જાહેરાત કરી. શ્રીલંકામાં ઇંગ્લેન્ડમાં વિરુદ્ધ ગત મહીને પ્રથમ ક્રિકેટ ટેસ્ટ દરમ્યાન શંકાસ્પદ એક્શન માટે ધનંજયની ફરિયાદ કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડની આ મેચ 211 રનથી જીત્યા બાદગ શ્રૃંખલામાં 3-0થી ક્લીનસ્વીપ કર્યું હતું. આ ઓફ સ્પિનરના બોલિંગ એક્શનનું 23 નવેમ્બરમાં સ્વતંત્ર આકલન થયું. જેમા ખુલાસો થયો કે તેની બોલિંગ નિયમો અનુસાર નથી. આઇસીસીએ નિવેદનમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં ઘોષણા કરે છે કે સ્વતંત્ર આકલનમાં શ્રીલંકા ઓફ સ્પિનર અકિલા ધનંજયની બોલિંગ એકશન ગેરકાયદેસર મળ્યું અને તેને તરત પ્રભાવથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગથી નિલંબીત કરવામાં આવે છે.
ધનંજયની આ નિલંબન દરેક રાષ્ટ્રીય ક્રિકેટ સંઘોના ઘરેલુ મેચમાં પણ લાગૂ હશે. જોકે તે શ્રીલંકા ક્રિકેટની સ્વીકૃતિથી શ્રીલંકા ઘરેલું મેચમાં રમી શકે છે.