વારંવાર નખ તુટી રહ્યા છે તો હોય શકે છે શનિની અશુભ નજર
ખાસ કરીને એવા લોકો જોવા મળે છે કે જેમને નખ ચાવવાની આદત હોય છે. આ લોકોને આ આદત માટે ટોકવા માં આવે તો પણ તે લોકો તેમની આ આદત છોડી શકતા નથી. કારણકે તે લોકો નથી જાણતા કે આ આદતની તેમના જીવન પર ખરાબ અસર થઇ શકે છે. જ્યોતિષ અનુસાર નખ ચાવવાનો શનિ ગ્રહ સાથે ઉંડુ કનેક્શન માનવામાં આવે છે. તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે લોકોના નખ વારંવાર તૂટી જાય છે. તે લોકો પર શનિની અશુભ નજર હોય છે. આવો જોઇએ તેનાથી સંબંધિત કેટલીક વાતો.
જ્યોતિષ શાસ્ત્રમાં આ અંગે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષમાં નખને શનિ ગ્રહથી કનેકશન ગણાવ્યું છે. જેથી કહેવામાં આવે છે કે શનિ ગ્રહને મજબૂત રાખવો હોય તો તમારા નખની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. કહેવાય છે કે તર્જની આંગળીનો નખ તૂટવાને ખરાબ સંકેત માનવામાં આવે છે. તર્જની આંગળીનો નખ તૂટવા પર વ્યક્તિને તેમના જીવનામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેની સાથે જ આવું થવા પર જુની સમસ્યાઓનું ખતમ ન થવાની વાત કહેવામાં આવી છે.
એવું માનવામાં આવે છે કે હાથની મધ્યમ આંગળી વ્યક્તિની માનસિક સ્થિતિને દર્શાવે છે. તેનાથી માલૂમ પડે છે કે વ્યક્તિની સમસ્યા આ સમસ્યાઓથી સામનો કરવાની ક્ષમતા કેટલી છે. કહેવાય છે કે મધ્યમ આંગળીના નથ તૂટવા વ્યક્તિની માનસિક કમજોરીને દર્શાવે છે. ખબર હોય કે અનામિકા આંગળીનો સંબંધ વ્યક્તિની ભાવનાઓ જાણી શકાય છે. અનામિકા આંગળીના નખ તૂટવા વ્યક્તિની એકલતાનો સંકેત હોય છે. જે વ્યક્તિના કમજોર આત્મવિશ્વાસને પણ દર્શાવે છે.
માનવામાં આવે છે કે કનિષ્કા આંગળીનો નખ તૂટવા વ્યક્તિના દાંપત્ય જીવનની કમજોરી દર્શાવે છે. જ્યારે અંગૂઠાનો નખ તૂટવાને વ્યક્તિની કમજોર ઇચ્છા શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. જણાવી દઇએ કે હાથના નખ વારંવાર ચાવવાને યોગ્ય માનવામાં આવતું નથી.આવા વ્યક્તિ માનસિક તનાવની સ્થિતિમાં હોય છે. જેથી આવું કરવાથી દૂર રહેવું જોઇએ.