ધર્મભક્તિ

શુ તમને પણ શરીરના આ સ્થાન પર છે તલ તો થઇ જશો કંગાળ

સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી અનેક વસ્તુઓ હોય છે જેના દ્વારા આપણે કોઈપણ વ્યક્તિ વિશે જાણ કરી શકીએ છીએ. આવુ જ એક ચિહ્ન છે તલ.. હાથમાં દરેક પર્વત પર બનેલુ તલ કંઈક ને કંઈક જરૂર કહે છે. જ્યોતિષ મુજબ જુદા જુદા પર્વત પર તલનુ મહત્વ પણ વિશેષ હોય છે. જાણો શુ કહે છે તલ

– જો કોઈ વ્યક્તિના ગુરૂ પર્વત પર તલ છે તો તે આર્થિક રૂપથી સમૃદ્ધિ રહેશે. આવા લોકોને લગ્નમાં થોડી અડચણો જરૂર આવે છે.

– જો શનિ પર્વત પર તલ હોય તો આવો વ્યક્તિ શ્રીમંત હોય છે. જો કે આવા લોકોએ વીજળી અને આગથી દૂર રહેવુ જોઈએ. તેમના જીવનમાં પૈસાની કોઈ કમી નથી હોતી.

– હથેળી પર સૂર્ય પર્વત પર તલ હોવાનો મતલબ છે કે એ વ્યક્તિને પોતાના જીવનમાં ગમે ત્યારે અપમાનનો સામનો કરવો પડી શકે છે.

– મહિલા કે પુરૂષના શુક્ર પર્વત પર તલ હોય તો તેને પોતાના પતિ કે પત્ની સાથે વિવાદ રહે છે. આવા લોકોએ પોતાના વૈવાહિક જીવન પર નિર્ણય કરતા સમયે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ.

– આપણા હાથમાં બે સ્થાન પર મંગલ પર્વત હોય છે કે જીવન રેખાની ઉત્પત્તિના સ્થાન પર હોય છે. જે લોકોની હથેળી પર આ સ્થાન પર તલ હોય છે તેમના માથામાં વાગવાનો ભય રહે છે. આવા લોકો સ્વભાવથી થોડા સખત હોય છે. બીજી બાજુ બુધની નીચે મંગળ ક્ષેત્રમાં તલ હોય તો એ વ્યક્તિને સંપત્તિનુ નુકશાન થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button