કુંભ મેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
તીર્થરાજ પ્રયાગમાં મંગળવારથી 49 દિવસ માટે ચાલનારા કુંભનો સવારે બ્રહ્મમુહૂર્ત પ્રારંભ થયો છે. ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ 5.15 વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને નાગા બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું. આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આસ્થાના સૌથી મોટા મેળા કુંભનો પ્રારંભ થઈ ગયો છે. મકર સંક્રાતિના અવસર પર હિન્દુ ધર્મના સાધુ-સંતો પ્રથમ શાહી સ્થાન માટે પહોંચી ગયા છે. 15 જાન્યુઆરી એટલે કે, મકર સંક્રાતિથી પ્રયાગની ધરતી પર ધર્મનાં વિશ્વવિદ્યાલયના પ્રારંભનો ઉદ્ઘોષ થઈ ગયો છે. તેવી માન્યતા છે કે સંગમમમાં એક ડુબકી લગાવવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને લોકોને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
મકર સંક્રાતિના અવસરે શાહી સ્થાનની સાથે પ્રયાગરાજમાં કુંભનો પ્રારંભ થઈ ગયો છે. અલગ અલગ અખાડાના સાધુ ગંગામાં ડુબકી લગાવી રહ્યાં છે. દરેક તપસ્વીની ઈચ્છા હોય છે કે તે ધર્મના સૌથી મોટા મેળામાં સંગમ ઘાટ પર શાહી સ્નાનો ભાગ બને. તેના માટે કુંભ જ તેના જીવનનું સૌથી મોટું તીર્થ છે. તેવામાં વર્ષો બાદ આ અવસર આવ્યો છે. ધામધૂમથી શોભાયાત્રા કાઢતા નિરંજની અને આનંદ અખાડાના સાધુ સંતોએ સંગમ ઘાટે શાહી સ્થાન કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિરંજન જ્યોતિને નિરંજની અખાડેના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. તે પણ આ પાવન પર્વ પર કુંભ શંખનાદના સાક્ષી બન્યા છે.
મકર સંક્રાતિ પર પ્રયાગની ધરતી પર ચિંતન, ધર્મ અને આસ્થાથી આ મેળો યોજાય છે. આસ્થાની ડુબકીમાં સનાતન સંસ્કૃતિનો સાર સમજમાં આવે છે. કુંભમાં નાગા સંન્યાસીઓનું રહસ્ય અને કરતબ આ સંગમ આકાશ નીચે સાકાર લે છે.