પ્લાસ્ટિકની બોટલમાં રાખો છો ગંગાજળ તો ચેતી જજો, થઇ શકે છે અશુભ
હિન્દુ ધર્મ મુજબ ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે. તેથી જ દરેક ઘરમાં ગંગાજળ રાખવામાં આવે છે, કારણ કે જે આ પવિત્ર જળ વર્ષો સુધી સુરક્ષિત રાખી શકાય છે. ગંગાજળ અનેક રોગમાંથી મુક્તિ પણ અપાવે છે. જન્મથી લઈ અને મૃત્યુ સુધી અલગ અલગ રીતે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળને ઘરમાં રાખવા માટેના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જો આમ ન કરવામાં ન આવે તો પવિત્ર ગંગાજળ પ્રભાવી રહેતું નથી અને તેનું અપમાન પણ થાય છે.
– ગંગાજળને હંમેશા ત્રાંબા, ચાંદી અથવા અન્ય કોઈપણ ધાતુના પાત્રમાં રાખવું જોઈએ. જો કે વર્તમાન સમયમાં પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું ગંગાજળ લોકો ઘરમાં રાખતાં થયા છે. આમ ક્યારેય ન કરવું જોઈએ.
– ગંગાજળનો સ્પર્શ કરતાં પહેલા હાથ અચૂક ધોઈ લેવા જોઈએ.
– ઘરમાં જ્યાં ગંગાજળ રાખતાં હોય ત્યાં પવિત્રતા જાળવવી જોઈએ. આ રૂમની સફાઈ રોજ કરવી જોઈએ.
– શક્ય હોય તો ગંગાજળને હંમેશા ઈશાન ખૂણામાં જ રાખવું.
– ગંગાજળને ક્યારેય એવા સ્થાન પર ન રાખવું કે જ્યાં અંધારું રહેતું હોય.