આવક કરવી છે બમણી તો પર્સમાંથી નીકાળી દો આ વસ્તુઓ
તમે જોયું હશે કે કેટલાક લોકોની આદત હોય છે કે તે તેમના પર્સમાં પૈસાની સાથે-સાથે ઘણીબધી વસ્તુઓ રાખે છે. જ્યારે યુવતીઓ પર્સમાં મેકઅપનો વધારે સામાન મળી રહે છે. અજાણતામાં લોકો તેમના પર્સમાં એવી કેટલીક વસ્તુઓ રાખી લે છે જે વાસ્તુ અનુસાર રાખવી ખરાબ નકામી માનવામાં આવે છે.
1 વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કોઇનું પર્સ ફાટેલું ન હોવું જોઇએ. ફાટેલું પર્સ આર્થિક નુકસાન કરનારું માનવામાં આવે છે. જેથી ફાટેલા પર્સને તરત જ બદલી લેવું જોઇએ.
2 પર્સનો સંબંધ ધનથી હોય છે ન કે અન્ય કાગળથી. જેથી તમારા પર્સમાં હંમેશા ધન રાખો. કેટલાક લોકો જુની રસીદ, બિલ પણ પર્સમાં રાખે છે. જેનાથી પર્સમાં ધન રહેતું નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂના કાગળ અને પસ્તી પર રાહુનો પ્રભાવ હોય છે. જેથી તેને પર્સમાં ન રાખવા જોઇએ.
3 ખાવા પીવાની વસ્તુઓ જેમ કે, ચોકલેટ, ટ્રોફી, પાન-મસાલા સહિતની વસ્તુઓ તમારા પર્સમાં ન રાખવી જોઇએ. આમ કરવાથી ધનનો અભાવ તમારા જીવનમાં બન્યો રહે છે.
4 પર્સમાં દવાઓ, કેપ્સુલ, ટેબલેટ રાખવી પણ ધન માટે શુભ હોતી નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર તે નકારાત્મક ઉર્જા વધારવાનું કામ કરેછે.
5 વોલેટમાં લોખંડ઼ની વસ્તુ જેવી ચપ્પુ, બ્લેડ ન રાખો. જ્યાતિશાસ્ત્ર અનુસાર તાંબુ, ચાંદીની વસ્તુઓ વોલેટમાં રાખવાને શુભ માનવામાં આવે છે.