આ મંત્રનો જાપ કરવાથી બદલાઇ જશે તમારી કિસ્મત
હિન્દુ ધર્મમાં મંત્રોનું ખૂબ મહત્વ હોય છે. માન્યતા છે કે મંત્ર જાપ વગર હિન્દુ ધર્મમાં કોઇ પણ શુભ કાર્ય સંપન્ન થતું નથી. કહેવામાં આવે છે કે કોઇ વ્યક્તિ સાફ અને શુદ્ધ મનથી રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત બદલાઇ જાય છે. તો ચાલો આજે અમે તેમને એક એવા મંત્ર અંગે જણાવીશું જેના જાપથી તમારી કિસ્મતમાં ખૂબ બદલાઇ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રી કૃષ્ણ કવચ મંત્રનો જાપ કરવાથી જીવનની સમસ્યાઓથી નીકળવામાં સફળ થઇ શકે છે. શાસ્ત્રોમાં કૃષ્ણ મંત્રને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્ર બીજ મંત્રની જેમ કામ કરે છે. ભગવાન શિવે આ મંત્રના વિષયમાં કહ્યું છે કે
‘अतिगुह्यतरं तत्वं सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतरं चैव परं स्रेहाद् वदामि ते।।
આ એક વિશિષ્ટ મંત્ર છે આ મંત્રથી દરેક પ્રકારના ભય અને સંકટ દૂર થઇ જાય છે. જીવનમાં આવનારા દરેક સંકટ દૂર કરવામાં પણ આ મંત્ર અસરકારક હોય છે.
દિવ્ય મંત્ર
ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृतं कृधि।।
ઊંઘમાંથી ઉઠ્યા પછી કોઇની સાથે વાત કર્યા કે બોલ્યા વગર ત્રણ વખત આ જપ કરવાથી દરેક પ્રકારની અનિચ્છીનીય ઘટનાનો અંત આવે છે. જો જીવનમાં વિશેષ સમસ્યા આવી રહી છે તો સંકલ્પ લઇને 51000 વખત જાપ કરો અને જાપ પૂરા થયા પછી 5100 વખત મંત્રનો જાપ કરતા હવન કરો.