શરીરના આ અંગો ફરકવાથી થઇ જશો માલમાલ
સામુદ્રિકશાસ્ત્રમાં આપણા શરીરના અંગો સાથે જોડાયેલા શુભ અશુભ ફળ વિશે વિસ્તૃત વર્ણન મળે છે. જેમાં શરીરનાં અંગોના ફરકવાથી થતી શુભાશુભ અસરોનું પણ વર્ણન મળે છે. અંગના ફરકવાનો અનુભવ બધા જ લોકોને થતો હોય છે, પરંતુ તે કઈ ઘટનાનો સંકેત કરે છે તેનાથી સૌ કોઈ માહિતગાર હોતા નથી. સામાન્ય રીતે આંખ, નાક, કાન, ગાલ, કપાળ જેવા અંગ ફરકતાં તમે અનુભવ્યા હશે. તો આજે જાણી લો કે શરીરના અંગ ફરકવાથી કેવા ફળ મળે છે.
1 માથું ફરકે તો માન-સન્માનમાં વધારો થાય છે તેમજ નોકરીઓમાં પ્રમોશન મળે છે.
2 ભ્રમરોની વચ્ચેનો ભાગ ફરકે તો પ્રેમ મળે છે.
3 ભ્રમર ફરકે તો તે વ્યક્તિની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.
4 ડાબી આંખ ફરકે તો વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી ધન મેળવે છે.
5 જમણી આંખ ફરકે તો તે વિયોગનો સંકેત કરે છે.
6 કોઈ વ્યક્તિનું નાક ફરકતું હોય તો તેના વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.
7 ડાબા કાનની બૂટ ફરકે તો મિત્ર સાથે મુલાકાત થાય છે.
8 ડાબો કાન ફરકે તો પદોન્નતિ થાય છે, સારા સમાચાર મળે છે અને દરેક કાર્યમાં વિજય મળે છે.
9 જમણો કાન ફરકે તો ખરાબ સમાચાર સાંભળવા મળે
10 ડાબો ગાલ ફરકે તો તેને વિવિધ પ્રકારના લાભ થાય છે.
11 વ્યક્તિના બંને તરફના ગાલ સરખી રીતે ફરકતા હોય તો તેને ધનપ્રાપ્તિ થાય છે.
12 કોઈ વ્યક્તિનો ઉપરનો હોઠ ફરકે તો શત્રુઓ સાથે થઈ રહેલા ઝઘડાઓમાં સમાધાન થઈ જાય છે.
13 જો બંને હાથ ફરકે તો સુખદ સમાચાર મળે છે.