અમદાવાદ

રણ ઉત્સવમાં SOWS સીઝન-2 અ વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાશે

રણ ઉત્સવ ટેન્ટ સીટીમાં નિશિથ મહેતા દ્વારા અંકિત SOWS સીઝન-2 અ વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ રજૂ કરવામાં આવનાર છે. કચ્છના સુંદજર રેતીના મેદાનો વચ્ચે સંગીતના અદ્દભૂત ગીતો SOWS સીઝન-2ના માધ્યમથી રજૂ કરવામાં આવશે. SOWS દ્વારા ખાસ 6 બેન્ડ રજૂ કરવામાં આવશે. જેમા ફોક મસ્તી-મુંબઇ, ફોક ફાઉન્ડેશન કોલકાત્તા, મુક્ત, મ્યુઝિક કોલાબ્રોરેટિવ-ફોક જામ મુર્શિદાબાદી પ્રોજેક્ટ અને ફોક બોક્સ અમદાવાદ દ્વારા પરર્ફોમ કરવામાં આવશે.

રણ ઉત્સવ ટેન્ટ સીટી ખાતે તારીખ 25,26 અને 27 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યા પછી આ બેન્ડ દ્વારા ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરાશે. SOWS સીઝન -2 દ્વારા પ્રસિદ્ધ ગાયકો વેસ્ટ બંગાળ, બાંગ્લા દેશ, રાજસ્થાન, ગુજરાત, કચ્છ, પંજાબ અને સીંઘ પ્રાંતની સમૃદ્ધ કવિતાઓ અને સંગીત પ્રસ્તુત કરવામાં આવશે.

https://www.youtube.com/watch?v=bB0MHYNjJI8&feature=youtu.be

આ બેન્ડ માત્ર સંગીત પરંપરાને પુન:જીવીત કરવાનો પ્રયાસ નહી પરંતુ તેમને વિકસિત કરવામાં અને ટકાવી રાખવામાં પણ સહાય કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button