સોહરાબુદ્દીન કેસ- CBI કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા
ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે 13 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. અદાલતે પુરાવાઓના અભાવે બધા 22 આરોપીઓને દોષમુક્ત કર્યા છે. અદાલતે કહ્યું કે રજૂ કરવામાં આવેલા બધા સાક્ષીઓ અને પુરાવા કાવતરુ અને હત્યાને સાબિત કરવા માટે પુરતા નથી. સરકારી મશીનરી અને ફરિયાદી પક્ષે ઘણા પ્રયાસ કર્યા 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા નહીં મળતા તથા ઘણા સાક્ષીઓ ફરી ગયા છે. જો સાક્ષીઓ કશુ ન બોલે તો તેમાં પોલીસનો કોઈ વાંક નથી. તુલસીરામ પ્રજાપતિને એક કાવતરાના ભાગરૂપે મારવામાં આવ્યો તે આક્ષેપ પણ સાચો નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસટીએફ દ્વારા અમદાવાદ નજીક એક એન્કાઉન્ટરમાં મધ્ય પ્રદેશના આરોપી સોહરાબુદ્દીન શેખનું મોત થયુ હતું. ત્યાર બાદ તેના સહયોગી તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. વર્ષ 2019થી આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ આ પહેલા અમિત શાહ અને ડીજી વણઝારાને દોષમુક્ત કરી ચુકી છે.