SOGએ અમદાવાદમાંથી 14 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમા ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપ્યા
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી 14 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે બોડેર ક્રોસ કરી ભારતના જુદા જુદા રાજ્યોમાં વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે .
https://www.youtube.com/watch?v=tcDvWYFdZfs&feature=youtu.be
મળતી માહિતી મુજબ શહેર SOGએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી ૧૪ જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા છે. SOG એ શહેરમાં હાથ ધરેલા ઓપરેશનમાં અમદાવાદના ચડોલા, વટવા, ઘાટલોડિયા, ઓઢવ, નરોડા સહિત અનેક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી અમદાવાદમાં સ્થાયી થયેલા ૧૪ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
SOG દ્વારા ઝડપી પાડવામાં આવેલા તમામ લોકોની હાલ પોલીસ દ્વારા પુછપરછ કરી રહી છે કે તેઓ ભારત કઈ રીતે અને ક્યાં ઉદેસેયથી આવ્યા છે.