Sports
તો શું પાકિસ્તાનમાં જ યોજાશે એશિયા કપ 2023?એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય

વિશ્વમાં પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની કરશે નહીં. એક રિપોર્ટ અનુસાર, એશિયા કપ 2023 પાકિસ્તાનમા યોજાશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાય તે માટે પ્રયાસો કરી રહ્યું હતું.
આ પ્રયાસના ભાગરૂપે 4 ફેબ્રુઆરીના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં યોજાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય પણ પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિને કારણે લેવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર એશિયા કપ 2023 યુએઇમાં રમાય તેવી વધુ સંભાવના છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે.