ભાયલી દુષ્કર્મ કેસમાં આરોપીઓના DNA પર ચોંકાવનારો ઘટસ્ફોટ, પોલીસ આગામી 72 કલાકમાં ચાર્જશીટ રજૂ કરશે

નવરાત્રિમાં વડોદરાના ભાયલી ખાતે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે તાજેતરમાં આ ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં 5 માંથી 2 આરોપીઓના ડીએનએ મેચ થયા હતા.
આ દુષ્કર્મ આચરનારા મુન્ના બંજારા અને આફતાબ બંજારાના DNA મેચ થયા હતા. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપીઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પકડાયેલ 5 આરોપીઓના મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી આરોપીઓએ કેટલીક વસ્તુઓ ડિલીટ કરી હોવાની આશંકા પોલીસે કરી છે.
ઉપરાંત આરોપીઓના ફોનમાંથી પોર્ન વીડિયો પણ મળી આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં કેસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ માટે ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી માહીતી મંગાવી હતી. ત્યારે આજ રોજ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારે 72 કલાકમાં ઘટનાના કેસની ચાર્જશીટ રજૂ કરવા માટે પોલીસ તજવીજ હાથ ધરી છે.
ઘટનાના 48 કલાક પછી ગુનાના આરોપીઓને શોધવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના ક્રમમે શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિવિધ અધિકારી સાથે ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી કેટલાક એવિડન્સ, વિક્ટીમનું વર્ણન અને વિક્ટીમના મોબાઇલ ફોન પરથી થયેલ કોલના મદદથી સમગ્ર કેસનો ઉકેલ મેળવી શકાયો હતો. ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલની સીડીઆર અન્ય જાણકારી મેળવીને આરોપીઓ ક્યા ગયા તે, ઉપરાંત સમગ્ર ઘટના બાદ આરોપીઓ ક્યા ગયા તેની તપાસ કરીને આરોપીઓને ઓળખવાની કામગીરી કરી હતી.
વડોદરામાં પીડિતા તેના મિત્રને રાતે 11.30 વાગે મળવા ગઇ હતી. ત્યાર બન્ને સ્કૂટી પર ભાયલી પહોંચ્યાં હતા. આ સમય દરમિયાન રાતે 12 વાગ્યે બે બાઈક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઈક પર આવેલામાં પાંચમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક યુવાને પીડિતાને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવતી સાથે દુષ્કર્મ આચરતાં રહ્યાં હતા.