મૉબ લિંચિંગની પર શશી થરૂરે કહ્યું, શુ એક ચૂંટણીના પરિણામે આપી દીધો કોઇની પણ હત્યાનો હક
કોંગ્રેસના નેતા શશી થરૂરે ફરી એકવાર મોબ લિંચિંગની ઘટનાઓ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પુણેમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં આપણે શું જોઈ રહ્યા છીએ? તેમણે કહ્યું કે આ ઘટના પુણેમાં મોહસીન શેખ નામના વ્યક્તિની હત્યાથી શરૂ થઈ હતી. તે બાદ મોહમ્મદ અખલાકની હત્યા કરવામાં આવી અને કહ્યું કે તેની પાસે બીફ હતું, પરંતુ પાછળથી તે સામે આવ્યું કે તેની પાસે બીફ નથી. અને જો બીફ હતુ તો તેને મારવાની મંજૂરી કોણે આપી હતી.
શશી થરૂરે જણાવ્યું હતું કે પહેલુ ખાન પાસે ગાયને લઇ જવાનું લાઇસન્સ હતું, પરંતુ ટોળા દ્વારા તેમની હત્યા પણ કરાઈ હતી. શું ચૂંટણીના એક પરિણામ દ્વારા આ લોકોને એવી શક્તિ આપવામાં આવી છે કે તેઓ કંઈપણ કરી શકે છે, કોઈને પણ મારી શકે છે?
વધુમાં શશી થરૂરે કહ્યું કે આ આપણું ભારત છે અને આ હિન્દુ ધર્મ કહે છે. તેણે કહ્યું કે હું હિન્દુ છું પણ આવો નથી. જય શ્રી રામ કહેવા માટે લોકોની હત્યા કરવામાં આવે છે, આમ કરવું એ હિન્દુ ધર્મનું અપમાન છે. ભગવાન રામનું અપમાન છે કે તેમના નામનો ઉપયોગ કરીને લોકોની હત્યા કરવામાં આવી રહી છે.
તે સિવાય શશી થરૂરે કહ્યું કે ભારત હવે એક એવો દેશ બની ગયો છે જ્યાં સહનશીલતા માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે ભારતમાં રાજકારણનું ધ્રુવીકરણ થયું છે અને તેના માટે ખાસ કરીને શાસક પક્ષના કાર્યો અને પસંદ જવાબદાર છે.