શરદ પૂનમે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની ખાસ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 ઓક્ટોબરે એમ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 અને 17 ઓક્ટોબરે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલ રહેશે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટો. વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ સર્જાશે. 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડવાનું શરૂ થશે.