અમદાવાદ

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ, શામળાજી પોલીસે ઝડપી પાડ્યો લાખોનો દારૂ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉલ્ટી ગંગા વહી રહી છે. બુટલેગર્સ દારૂબંધીના લીરેલીરા ઉડાડી વિદેશી દારૂના શોખીનોને દારૂ પૂરો પાડી કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે. શામળાજી પોલીસે ગાંધીનગરના ભાટ ગામના ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા નામના બુટલેગરે ટ્રકમાં મંગાવેલ રૂ.૧૩૫૧૨૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલક અને ક્લિનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

શામળાજી પીએસઆઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં રતનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા રાજસ્થાન તરફથી આવતા ટ્રકની ઝડપ શંકાસ્પદ જણાતા ટ્રક (ગાડી.નં-GJ 08 W 0439 ) ને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી મહારાષ્ટ્ર એચ.એસ.સી બોર્ડની સપ્લીમેન્ટરી ભરેલ કાર્ટૂન નંગ-૮૫૦ની આડમાં સંતાડીને ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-૫૯૭૬ કિં.રૂ.૧૩૫૧૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસે માતાદીન ખુબચંદ શ્રીબાસ અને ચેનું ખુબચંદ શ્રીબાસ બંને રહે, પઠાનપુરા, ઉત્તરપ્રદેશની ધરપકડ કરી આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કિં.રૂ.૩૦૦૦ તથા તાડપાત્રી કિં.રૂ.૧૦૦૦ અને ટ્રકની કિં.રૂ.૧૦૦૦૦૦૦ મળી કુલ.રૂ.૨૩૫૫૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ અને વિદેશી દારૂ મંગાવનાર ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા (રહે,મુખ્યબજાર,ભાટ-ગાંધીનગર) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button