તારક મહેતા’ જીત્યા કેસ: આસિત મોદીએ આપવા પડશે આટલા રૂપિયા, શૈલેષ લોઢાએ કહ્યું આખરે સત્યની જીત થઈ

એ વાત તો નોંધનીય જ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે. આ શોમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે દાવો કર્યો હતો કે અસિત કુમાર મોદી અને અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે જાતીય સતામણી કરી હતી. આ સાથે જ સીરિયલ છોડી ચૂકેલા ઘણા સ્ટાર્સે પણ દાવો કર્યો છે કે સેટ પર ભેદભાવ અને રાજકારણ ચાલી રહ્યું છે.
શૈલેષ લોઢાએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો
આ બધા પહેલા આ વર્ષની શરૂઆતમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર શૈલેષ લોઢાએ તેની બાકી રકમની ચુકવણી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો અને નાદારી સંહિતાની કલમ 9 હેઠળ કેસની સુનાવણી કરવામાં આવી હતી અને શૈલેષ લોઢા અને અસિત કુમાર મોદી વચ્ચે સમજૂતી થઈ હતી.
શૈલેષ લોઢાને 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી
એક અહેવાલ મુજબ, ચુકાદો મે મહિનામાં આવ્યો હતો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાને પતાવટની રકમ તરીકે રૂ. 1,05,84,000 ચૂકવવા પડ્યા હતા.