બોપલમાં સ્પામાં ચાલતું સૅક્સ રેકેટ ઝડપાયું, મૅનેજર સહિત 7 મહિલાની અટકાયત, સંચાલક પલાયન

 અમદાવાદ પોલીસે ગુરુવારે (30 ઓક્ટોબર) બોપલ રિંગ રોડ પર વકીલ બ્રિજ નજીક વન વર્લ્ડ વેસ્ટમાં સ્થિત મનાના સ્પામાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કથિત કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ બાતમીના આધારે દરોડા પાડીને 7 યુવતીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર, સ્પાના માલિકો સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બપોરે 3:45 વાગ્યાની આસપાસ દરોડા પાડ્યા હતા. વેજલપુરના રહેવાસી મયુર પુરબિયા (ઉં.વ.24) તરીકે ઓળખાતા આરોપીની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પા માલિક સોનિયા કૌર હાલ ફરાર છે.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને સ્પામાં જાતીય પ્રવૃત્તિ કરાવતા હતા. જ્યારે સ્પા ચલાવવા માટે સંસ્થા પાસે માન્ય દસ્તાવેજો નહોતા. બાતમીના આધારે પોલીસે બનાવટી ગ્રાહકે સ્પાની મુલાકાત લીધી હતી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 

જાણવા મળ્યું હતું કે, સ્પા માલિક દ્વારા સ્પામાં હરિયાણા, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ, પંજાબ, પાટણ અને બે સ્થાનિક મહિલાઓને બોલાવામાં આવતી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ હેઠળ કેસ નોંધી ફરાર આરોપી મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version