ગુજરાત

શિક્ષણ સંઘના હોદેદારો અને શિક્ષણમંત્રીની બંધ બારણે થયેલી બેઠકમાં સમાધાન

પાટનગર ગાંઘીનગર ખાતે શિક્ષકોનું આંદોલન ઉગ્ર બન્યું છે ત્યારે રાજ્યના 2 લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો સામુહિક રજા પર છે તેમના પડતર પ્રશ્નનોને લઈને ભાજપ સરકાર સામે આંદોલનના માર્ગે છે. રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ ગાંધીનગરના રાજમાર્ગો પર ઉતર્યા હતા આ સાથે વિધાનસભા ગેટ પર રૂપાણી “હાય-હાયના નારા” લગાવ્યા હતા. બપોર સુધી ચાલેલા આંદોલનનો 2 વાગે અંત આવ્યો. શિક્ષણ સંઘના હોદેદારો અને શિક્ષણમંત્રીની બંધ બારણે થયેલી બેઠકમાં સમાધાન થયું છે. જોકે શિક્ષણ સંઘ એ કહ્યું કે અમે લેખિતમાં ખાતરી અપાશે પછી જ આંદોલન સમેટશું. અંદાજે 2 હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરાવામાં આવી. જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના બે લાખથી વઘુ શિક્ષકો આજે હડતાળ પર ઉતર્યા હતા. શિક્ષકોની માંગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અમને અલગ ગ્રેડ પે કરી આપે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેમજ સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=tgAbrBqw33M&feature=youtu.be

 

શિક્ષણમંત્રીએ કહ્યું CM રૂપાણીએ નીતિનભાઈની અધ્યક્ષતાવાળી 3 મંત્રીઓની કમિટી બનાવી

* રેન્જ IGએ સમાધાન કરવા પહોંચ્યા હતા
* સૌરાષ્ટ્રથી આવેલા 500 જેટલા શિક્ષકોની અટકાયત કરાવામાં આવી
* શિક્ષકો ગેટ-6થી વિધાનસભામાં ઘુસી જતાં પોલીસનો બળપ્રયોગ
* સરકારે શિક્ષકોને સમાઘાન કરવાની કરી અપીલ
* પરેશ ધાનાણીએ શિક્ષકો સાથે સહમતી દર્શાવી, તેઓ આંદોલનમાં પણ જોડાયા હતા
* વિરોધપક્ષના નેતા ધાનાણી અને કોંગી ધારાસભ્યોએ શિક્ષકોની સાંભળી વાત
* રાજકોટમાં કુવાડવા પોલીસે જામનગર અને રાજકોટ જિલ્લાના 30 જેટલા શિક્ષકોની અટકાયત કરી
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજી
* હડતાળમાં અમદાવાદ જિલ્લાના 7 હજાર શિક્ષકો જોડાયા
* પોલીસ એસ.પી. અને IG સહિતનો હજારોનો પોલીસ કાફલો સુરક્ષામાં ગોઠવાયો
* શિક્ષણ સંઘના હોદેદારો અને શિક્ષણમંત્રી વચ્ચે બંધ બારણે બેઠક થઈ
* વિરોધ ને નિષ્ફળ બનાવવા નો સરકાર ના તંત્ર દ્વારા પ્રયત્ન
* બનાસકાંઠાના 100 જેટલા શિક્ષકોની લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી
* નર્મદા જિલ્લાના 50 જેટલા શિક્ષકોની પોઈચા નજીક જ પોલીસે અટકાયત કરી
* સાબરકાંઠાના વિજયનગરના 10 શિક્ષકોની અટકાયત કરી
* ખેડબ્રહ્માના 18 શિક્ષકોની અટકાયત
* ગાંધીનગર આવતા તમામ રોડ અને સર્કલ ઉપર બેરીકોડ લગાડાયા, ચેકીંગ પછી જ ગાંધીનગરમાં એન્ટ્રી
* શિક્ષકો વિધાનસભા જતાં ‘ચ’ રોડના રસ્તા પર બેસી ગયા હતા
* વિધાનસભાના ગેટ -7 પર શિક્ષણમંત્રી ચુડાસમા અને “રૂપાણી હાય હાયના નારા લાગ્યા”

 

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button