રમત-જગત
સેરેના ધમાકેદાર જીતની સાથે પહોંચી બીજા રાઉન્ડમાં
અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયા ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે તેના પહેલા મુકાબલામાં જર્મનીની તતજાના મારિયાને સીધા બે સેટમાં હરાવી હતી. સેરેનાએ 49 મિનિટમાં મારિયાને 6-0, 6-2 થી હરાવી હતી. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો કેનેડાની ઈગની બુચાર્ડથી થશે. સેરેના ગયા વર્ષે ફાઇનલમાં તેની બહેન વીનસ વિલિયમ્સથી હારી હતી.
Playing solo this time ???? pic.twitter.com/hKa4pmTNSM
— Serena Williams (@serenawilliams) January 15, 2019
સેરેના અત્યાર સુધીમાં 23 ગ્રાન્ડસ્લેમ જીતી છે. તેની નજર ઓસ્ટ્રેલિયા ઓપન જીતીને માગ્રેટ કોર્ટના સર્વાધિક 24 ગ્રાન્ડસ્લેમની બરોબરી કરવા પર રહેશે. મેચ પછી સેરેનાએ કહ્યું કે ,”ગયા વર્ષે આ સ્પર્ધા રમતી વખતે હું ગર્ભવતી હતી. તે સમયની ઘણી ખૂબસૂરત યાદો મારી સાથે છે.”