Business
શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ-નિફ્ટી આજે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું

આજે એટલે કે 19 જૂને ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ગઇકાલે BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા અને આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
આજે નિફ્ટીએ પહેલીવાર 23600 પોઇન્ટ્સને પાર કર્યો છે તો BSE સેન્સેક્સ 77500 ની ઉપર ખુલ્યો છે.
આજે BSE સેન્સેક્સ 77,543.22 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે NSE નો નિફ્ટી 23,629.85 પર ખુલ્યો. આજે નિફ્ટીએ 23630.70 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સુધી પહોંચ્યો હતો.
ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ 77,366 અને 23,579ની ઓલ ટાઈમ હાઇ પર પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 308 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 77,301 પર અને નિફ્ટી 92 પોઈન્ટ અથવા 0.39 ટકા વધીને 23,557 પોઈન્ટ પર બંધ થયા હતા.