ગુજરાત
સેલવાસ: સ્ટીલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ મજૂરનાં મોત
બ્લાસ્ટના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
સેલવાસના નરોલીના કનાડી ફાટક પાસે આવેલી ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. ભઠ્ઠીમાં બ્લાસ્ટ થવાને કારણે ત્રણ મજૂરનાં મોત થયા છે. જ્યારે બે મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્તથયા છે. જેને સારવાર માટે વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બ્લાસ્ટ પાછળના કારણે અંગે તપાસ હાથ ધરી હતી.
.