અમદાવાદ

દારૂ કે કોઇપણ જાતનો નશો ન કરવો જોઇએ તે દરેકની પોતાની જવાબદારી – સુનીલ કુમાર IAS

31  ડિસેમ્બરને લઇને યુવાનોમાં ઉજવણી માટે ઉત્સુક્તા હોય છે તો બીજી તરફ પોલીસ દ્વારા રાજ્યમાં દારૂબંધી જળવાઇ રહે તે માટે સતર્કતા જોવા મળી રહી છે. ત્યારે નશાબંધી અને આબકારી વિભાગના ડાયરેક્ટર સુનીલ કુમારે In Time News સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં દારૂ પીવો કે વેંચવો પ્રતિબંધિત છે છતા 31મી ડિસેમ્બર જેવા તહેવારોમાં લોકો તેનું સેવન કરતા હોય છે અને આવા લોકોને પોલીસ પકડીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે.

[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=Hgpm0892H7E[/youtube]

પરંતુ જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માટે સરકાર કે પોલીસ નહીં પરંતુ સ્વયં પોતાની જવાબદારી સમજી વ્યસનથી દૂર રહીશુ તો ખરા અર્થમાં ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જળવાઇ રહેશે. સરકાર દ્વારા પણ દારૂબંધીના કાયદાને કડક બનાવવામાં આવ્યો છે. તો રાજ્યમાં કોઇ દારૂ વેંચે તો તેમને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે અને દારૂના ખરીદવા તેમજ વેંચવા પર પણ 10 વર્ષની કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે. 

[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=KXmIRArp9Mw&feature=youtu.be[/youtube]

તેમજ જો કોઇ વ્યક્તિ અધિકારીને તેમના કાર્યમાં અડચણરૂપ થાય તેવા લોકોને પણ 5 લાખનો દંડ અને પાંચ વર્ષની સજા થશે. તેમજ દારૂ પીને દંગલ કરનારાઓ પર પણ સરકારે લાલ આંખ કરતા 3 વર્ષની જેલની સજા કરવાની જોગવાઇ કરી છે. વધુમાં નશાબંધી અને આબકારી વિભાગના નિયામક શ્રી સુનીલ કુમારે જણાવ્યું હતું કે આજના યુવાનો ઝડપથી પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને તહેવારોની આડમાં જે-તે વ્યસનના રવાડે ચડે છે પરંતુ લોકો જ્યાં જાતે નક્કી ન કરે ત્યાં સુધી કાયદાથી તેનું પાલન કરાવવું કઠિન છે. યુવાનોએ જાતે સ્વસ્થ રહીને પોતાના અભ્યાસ અને કારકિર્દી તરફ ધ્યાન આપવું જોઇએ. દરેક પ્રકારના વ્યસનો અને બદીઓથી દૂર રહીને પોતાની જવાબદારી સ્વીકારવી જોઇએ.  

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button