યમુના નદીને પ્રદૂષણથી બચાવવા સેલીબ્રીટીની મદદ લેવી જોઇએ – ગ્રીન પેનલ
નદીને બચાવવા માટે ફિલ્મ અને ટીવી કલાકારોની મદદ લેવી પડશે. NGTને આપેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, યમુનામાં ઝેરી તત્વો ઝડપથી વધી રહ્યા છે. જેને અટકાવવા માટે હવે દિલ્હી-NCRમાં પણ ગુજરાતનાં સુરતની જેમ મૂર્તિ વિસર્જન માટેની યોજના બનાવવી જોઈએ. NGTનાં ચેરમેન જસ્ટિસ એકે ગોયલને આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ અને ટીવી કલાકારોનાં આધારે લોકોને જણાવવામાં આવે કે તેઓ માટીની એવી મૂર્તિઓનો ઉપયોગ કરે જેની પર પેઈન્ટ ન કરેલુ હોય.
ટીવી અને રેડિયો પર યોગ્ય રીતે જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવે પેનલે દિલ્હી સરકારને સૂચન કર્યુ છે કે કલાકારોનાં આધારે લોકોને જણાવવું જોઈએ કે યમુના ઝડપથી ઝેરી દ્રવ્યોના સંકજામાં આવી રહી છે. યમુનાની સફાઈ અંગે જુલાઈમાં રચાયેલી પેનલમાં દિલ્હીનાં ચીફ સેક્રેટરી રહી ચુકેલા શૈલજા ચંદ્રા અને બીએસ સજાવન સામેલ છે. પેનલે કહ્યું કે સરકારે કુત્રિમ તળાવ તૈયાર કરવા જોઈએ. જ્યાં મૂર્તિઓને વિસર્જિત કરી શકાય. આ ઉપરાંત સરકારને સૂચન કરાયુ છે કે, વિસર્જન કરવા માટે લવાયેલી મૂર્તિઓ 3 ફુટથી લાંબી ન હોવી જોઈએ.
ગુજરાતનાં સુરતમાં આવેલી તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે. લોકો પર નજર રાખવા માટે સુરતમાં ચાર હજાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ ઉપરાંત આઠ હજાર પોલીસ જવાન, 3250 હોમગાર્ડ, સ્ટેટ રિઝર્વ પોલીસ સાથે બીએસએફ અને RFFનાં જવાનો લોકોને નદીમાં મૂર્તિ વિસર્જિત કરતા રોકી રહ્યા છે. પેનલે સુરતનાં પોલીસ કમિશનર પાસે મૂર્તિ વિસર્જન માટે બનાવેલી યોજનાનો રિપોર્ટ પણ મંગાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, તાપીમાં એક પણ મૂર્તિનું વિસર્જન કરાવામાં ન આવે. સ્થાનિક સ્તરે બનાવાયેલા તળાવોમાં મૂર્તિનાં વિર્સજનની પરવાનગી આપવામાં આવી છે. કમિશનરે રિપોર્ટમાં કહ્યું છે કે, આ વર્ષે 60 હજાર મૂર્તિઓ આ તળાવો અને ખાડાઓમાં વિસર્જીત કરવામાં આવી હતી.