અઢી મિનિટના ટ્રેલરમાં બિલકુલ ઠાકરે જેવા લાગ્યા નવાજુદ્દીન સિદ્દીકી, જુઓ ટ્રેલર
બાલા સાહેબ ઠાકરે ભારતીય રાજનીતિનું એક એવું નામ છે જે પોતાની સાથે જ એક નવુ નામ શરૂ કરનાર છે. આજે તેમના મૃત્યુનાં વર્ષો પછી પણ લોકો તેમના વિચારોને માને છે અને અનુભવે છે. તેમની બાયોપિક ‘ઠાકરે’નું આજે ટ્રેલર રીલીઝ થઈ રહ્યું છે. વર્ષો સુધી લોકોનાં દિલો પર રાજ કરનાર બાલા સાહેબ ઠાકરેનાં જીવન આધારિત ફિલ્મ ‘ઠાકરે’નાં સ્ક્રીનિંગ પર તેમની વસ્તુઓને પણ બતાવવામાં આવી. આ સ્ક્રીનિંગમાં બાલા સાહેબનાં પરિવારનાં સદસ્યોની સાથે તેમના ઘણા ચાહકો પણ હાજર રહ્યા.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=Qqpl_sAcQF8[/youtube]
ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી બાલા સાહેબ ઠાકરોનું પાત્ર ભજવી રહ્યો છે. અહીં કાચનાં શૉકેસમાં રાખવામાં આવેલા બાલા સાહેબનાં ચશ્માએ એકવાર ફરી તેમના ચાહકોને ભાવુક કરી દીધા. અહીં બાલા સાહેબનો અન્ય સામાન્ય જેમકે પુસ્તકો અને કપડા રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનાં ટ્રેલરની રાહ બોલીવુડ અને રાજનીતિ બંને સાથે સંકળાયેલા લોકો જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી બાલા સાહેબ ઠાકરોનું પાત્ર ભજવી રહ્યો છે. નવાઝનું પાત્ર બાલા સાહેબથી અદ્દલ મળતુ આવી રહ્યું છે. ફિલ્મને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની રાજનીતિને પ્રભાવિત કરનાર બાલા સાહેબ ઠાકરે કાર્ટૂનિસ્ટ પણ હતા. તેમણે સામાજિક કાર્યકર તરીકે કરી અને ત્યારબાદ તેમમે પોતાનું સંગઠન શરૂ કર્યું. વર્ષ 2012માં બાલા સાહેબ ઠાકરેનું નિધન થઈ ગયું. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019નાં રોજ રીલીઝ થશે.