ગુજરાત

પોલીસના બાળકો માટે શિક્ષણથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી શાળા તેમજ કોલેજ બનાવવામાં આવે – કિરીટ પટેલ

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ અને બીજેપી દ્વારા સદનમાં કરેલ કામો અને બાકી રહેતા કામોના અલગ-અલગ વિભાગોના જેતે મંત્રાલયના મંત્રીઓ પ્રશ્નકાળ દરમિયાન પોતાના વિભાગોના રિપોર્ટ રજૂ કર્યા તો બીજા પક્ષે વિરોધ પક્ષના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પણ પોતાના વિસ્તારના વિકાસના કામો તેમજ પબ્લિક વિષયને લાગતા પ્રશ્નો રજૂ કરી પોતાનું નેતૃત્વ બતાવ્યું.

પોલીસ અને સરકારના હેલ્થ કર્મીઓના પ્રશ્નોને લઈ પાટણના કોંગ્રેસ MLA કિરીટ પટેલ દ્વારા સદનમાં આ પ્રશ્ન રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે પોલીસની નોકરી સતત 24 કલાકની નોકરી છે આ સિવાય બદલી પણ થતી રહે છે એટલે પોતાના પરિવાર સાથે સ્ટેબલ થઈ શકતા નથી એટલે એમના બાળકો નું ભણતર પણ બગડતું હોય છે અને ઘણીવાર ડિપ્રેસનના કારણે તેઓ આપઘાત કરી રહ્યા છે અને હમણાંથી વધારો થયો છે એટલે મેં સરકાર પાસે માંગણી કરી છે કે ફકત ને ફકત પોલીસના બાળકો માટે પ્રાથમિક શિક્ષણથી લઈ પોસ્ટ ગ્રેજ્યએશન સુધી સ્કૂલ અને કોલેજ બનાવવામાં આવે.

રાજ્યના આરોગ્ય કર્મીઓ અને એસ ટી બસના કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓ ને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે આજે વાહનવ્યવહાર સાથે સ્વાસ્થ્યની વ્યવસ્થા પણ ખોરવાઈ છે.
એસ ટી કર્મચારીઓ સાથે વેતન વૃદ્ધિ અને પોતાની પડતર માંગણી લઈ હડતાલ કરી છે એમની માગણી સરકારે સંતોષવી પડશે જો એમની માંગણીઓ નઇ સંતોષાય તો હું એમના વતો હડતાલ કરીશ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button