વેપાર
SBIએ 25 લાખની લોન પર EMIમાં 80 રૂપિયાનો ફાયદો થશે, 30 લાખની હોમ લોનમાં 0.05%નો ઘટાડો
SBIએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ દરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. બેંકે રિઝર્વ બેન્કની મોનેટરી પોલીસીની દ્વિમાસિક નિર્ણયના એક દિવસ બાદ શુક્રવારે આ જાહેરાત કરી હતી.
એસબીઆઇએ હોમ લોનની ઈએમઆઈ96 રૂપિયા સુધી ઘટીને 26,511 રૂપિયા થશે. 30 લાખ લોન પર ઈએમઆઈ 26,607 રૂપિયા સુધી હોય છે, ત્યારે 25 લાખની લોન પર ઇએમઆઇમાં 80
રૂપિયાનો ફાયદો થશે. એસબીઆઇ બાદ હવે અન્ય બેંક પણ પોતાની હોમ લોનના રેટમાં ઘટાડો કરી શકે તેવી શક્યતા છે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે શુક્રવારે કહ્યું હતું કે, આરબીઆઇના
રેટ ઘટાડાનો ફાયદો નીચલા અને મધ્યમ વર્ગ સુધી પહોંચવા માટે એસબીઆઇએ હોમ લોનના રેટમાં ઘટાડો કર્યો છે. આ પગલાંથી સંકટગ્રસ્ત રિયાલિટી સેક્ટરને રાહત મળશે.