યુજર્સની જાણકારીઓમાં પાસવર્ડ લગાવવાનું ભુલી ગઇ SBI, ડેટા થયો લીક
એક રિપોર્ટમાં સ્ટેટ બેન્ક વિશે એક ચોંકવનારી વાત સામે આવી છે. સ્ટેંટ બેન્ક ઓફ ઈન્ડિયા તેનાં કી- સર્વરને સુરક્ષિત કરવાનું ચુકી ગઈ છે. જેના કારણે ઘણાં ખાતાઓની માહિતી લીક થવાનો ભય છે. આ સર્વરમાં બેન્ક ખાતાઓ વિશેની જાણકારી, ખાતામાં રહેલા બેન્ક બેલેન્સ અંગેની જાણકારી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, એક રિર્સચરે જણાવ્યું હતુ કે, બેંક દ્વારા સર્વર પર કોઈ પાસવર્ડ રાખવામાં આવ્યો નથી, જેથી કોઈ પણ વ્યક્તિ ડેટા એક્સેસ કરી શકે છે. જો કે, સર્વર ક્યાં સુધી પાસવર્ડ વિના ખુલ્લું રહ્યું હતું તે જાણી શકાયુ નથી. આ અંગે સ્ટેટ બેન્કે કોઈ જવાબ આપ્યો ન હતો. રિપોર્ટ પ્રમાણે, SBI Quickમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના તેને ખુ્લ્લુ મૂકાયુ હતું. જેમાં બેન્ક કોઈ પણ ખાતા ધારકને ફોન અથવા મેસેજ કરી શકે છે.બેંકની વેબસાઈટ પર પણ આ અંગેની માહિતી આપવામાં આવેલી છે. આ સિસ્ટમથી કોઈ પણ વ્યક્તિ ખાતા સંબંધિત જાણકારી ફોન પર જ મેળવી શકે છે. જ્યારે સર્વર પાસવર્ડ વગર ખુલ્લુ હતુ, ત્યારે તમામ ખાતાધારકોને મેસેજ કરાઈ રહ્યા હતા. સોમવારે બેન્કનાં અસુરક્ષિત સર્વરમાંથી આશરે 30 લાખ મેસેજ મોકલાયા હતા. સર્વર દ્વારા તમે છેલ્લા એક મહિનાનાં પણ મેસેજ જોઈ શકો છો.
મહત્વનું છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી બેન્ક છે, જેમાં કરોડો લોકોનાં ખાતા છે.એવામાં આ પ્રકારનાં રિપોર્ટ ખાતાની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. અગાઉ પણ આધારકાર્ડની સુરક્ષા અંગે સવાલો ઉઠી ચુક્યા છે.