SBIની ગ્રાહકોને વધુ એક મોટી ભેટ, મળશે આ ખાસ સુવિધા
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) એ સોમવારે દિવાળી પહેલા તેના ગ્રાહકોને વધુ એક મોટી ભેટ આપી છે. બેંકે હોમ લોન અને કાર લોનને લઈ મહત્વની જાહેરાત કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈએ 1લી ઓક્ટોબરથી હોમ લોન અને કાર લોન બન્ને સસ્તી કરી છે. બેંક તરફથી આ જાહેરાત કરવામાં આવી છે કે હવે એમએસએમઈ(MSME) હાઉસિંગ અને રિટેલ લોન માટે રેપો રેટ(Repo Rate)ને એક્સટર્નલ બેંચમાર્ક તરીકે અપનાવશે. બેંકે આ નિર્ણય રિઝર્વ બેંક(RBI)ના 4 સપ્ટેમ્બર 2019ના નોટિફિકેશન બાદ લીધો છે. આ રીતે લોન પર બેંકનો આ નિર્ણય 1લી ઓક્ટોબર 2019થી અમલમાં આવશે.
SBIએ આ નવી સ્ટ્રેટજી MSME સેક્ટરને વધુ લોન આપવાના ઉદ્દેશ્યથી અપનાવી છે. આ પહેલાં SBIએ 1લી જુલાઇ 2019ને ફ્લોટિંગ રેટ પર હોમ લોનને રજૂ કરી હતી. 1લી ઓક્ટોબર 2019થી લાગૂ થનાર પોલિસીમાં તાજેતરની રેગ્યુલેટરી ગાઇડલાઇન અનુસાર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકના આ નિર્ણયથી નાના અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓને મોટો ફાયદો થશે.
SBI પોતાના ગ્રાહકો માટે 1 ઓક્ટોબર 2019થી સર્વિસમાં ફેરફાર કરેલ નવા ચાર્જ લાગૂ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ જો તમારું SBIમાં સેવિંગ એકાઉન્ટ મહાનગર એટલે કે મેટ્રો શહેરની કોઇ બ્રાંચમાં છે તો હાલ તમારે 5,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. આ પ્રકારે શહેરી ક્ષેત્રમાં એસબીઆઇની કોઇ બ્રાંચમાં એકાઉન્ટ હોય તો મિનિમમ બેલેન્સ 3,000 રૂપિયા રાખવાનું હોય છે. જ્યારે હવે 1લી ઓક્ટોબર 2019થી બંને ક્ષેત્રો માટે 3, 000 રૂપિયા થઇ જશે.