Samsungએ સ્માર્ટફોન માટે તૈયાર કરી દુનિયાની પ્રથમ 1TB ચિપ
સાઉથ કોરિયાની કંપની Samsungએ સ્માર્ટફોન માટે દુનિયાની પહેલી 1TB ચિપ તૈયાર કરી લીધી છે. હવે દુનિયાભરની મોબાઇલ બનાવનાર કંપનીઓ પોતાના ડિવાઇસમાં એક સિંગલ ફ્લેશ મેમરી ચિપ મારફતે 1TBનો ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં સક્ષમ હશે.
આ 1TB ચિપની સાઇઝ પહેલાની જેમ 11.5mm x 13.0mm જ હશે, પરંતુ તેની કેપેસિટી જૂની 512GB ચિપની તુલનામાં બે ગણી હશે. 1TB eUFS (એમ્બેડેડ યૂનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ) મારફતે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં 4K UHD ફોરમેટમાં 10 મિનિટના 260 વીડિયો સ્ટોર કરી શકશો. હાલ 64GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા સ્માર્ટફોનમાં યૂઝર્સ આ સાઇઝના માત્ર 13 વીડિયો જ સ્ટોર કરીને રાખી શકતા હતા. કંપનીનું કહેવું છે કે આ નવી ચિપ મારફતે સ્ટોરેજ વધવાથી યૂઝર્સને નોટબુક જેવો એક્સપીરિયન્સ મળશે. 1TB ચિપથી યૂઝર્સ મોટી સાઇઝના મલ્ટિમીડિયા કોન્ટેંટને ઘણા ઓછા સમયમાં ટ્રાન્સફર કરી શકશો.
રિપોર્ટ્સનું માનીએ તો સેમસંગ 20 ફેબ્રુઆરીએ બાર્સિલોનામાં થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ગેલેક્સી 10 સ્માર્ટફોન લૉંચ કરવાની છે, જેમાં 12GB રેમની સાથે 1TB ઇન્ટરનલ સ્ટોરેજ આપવાની વાત કહેવામાં આવી રહી છે. જો આવું થશે તો આ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હશે, જેમાં 1TB ઈન્ટરનલ સ્ટોરેજ હશે.