ખુશખબર- Samsungએ તેના બે સ્માર્ટફોનની કિંમત કરી સાવ ઓછી
નવા વર્ષને ધ્યાનમાં રાખીને જ સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ગ્રાહકોને આર્કષવા માટે સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ આપી રહીં છે. ત્યારે Samsung દ્વારા પણ તેના બે પૉપ્યુલર સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં Samsung દ્વારા ચલાવવામાં આવતી Galaxy સિરીઝના બે સ્માર્ટફોનના ભાવમાં ભારેખમ ઘટાડો કરવામાં આવ્યો છે.
હાલ નવું વર્ષ શરૂ થતાની સાથે જ ડિસ્કાઉન્ટની રાહ જોઇ રહેલા લોકો માટે આ સારા સમાચાર છે. Samsung દ્વારા Galaxy J સિરીઝના J6+ અને J4 Plusની કિંમતમાં સારો એવો ઘટાડો કર્યો છે. તો ચલો જોઇએ આ સ્માર્ટફોનની નવી કિંમત કેટલી છે ? પ્રાપ્ત અહેવાલ મુજબ કંપની દ્વારા Samsung Galaxy J6 Plusની કિંમતમાં રૂપિયા 2,000નો ઘટાડો કરવામાં આવ્યો છે અને જેની લોન્ચ વખતની કિંમત રૂપિયા 14,990 હતી. જ્યારે બીજા કંપની દ્વરા રૂપિયા 9,990માં લોન્ચ કરવામાં આવેલો સ્માર્ટફોન J4 Plusની કિંમતમાં રૂપિયા 1,500નો ઘટાડો કરવામાં આવ્યો છે.
Samsung Galaxy J6 Plusના ફિચર્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 6 ઇંચની ઇન્ફિનિટી એજ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડના ઓરિયો વર્જન પર કામ કરી રહ્યો છે. જ્યારે કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં ડ્યૂઅલ રિઅર કેમેરો આપવામાં આવ્યો છે. જેમાં 13MP પ્રાઇમરી અને 5MP સેકેંડરી સેંસર આપવામાં આવ્યું છે. ફ્રન્ટ કેમેરો 8MP અને 3,300mAhની બેટરી આપવામાં આવી છે.
જ્યારે Samsung Galaxy J4 Plusના મહત્વના ફિચર્સ આ પ્રમાણે છે. આ સ્માર્ટફોનમાં 6 ઇંચની HD+ ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે. 13MP રિઅર કેમેરો અને ફ્રન્ટ કેમેરો 5MP આપવામાં આવ્યો છે. પાવર માટે 3,300mAhની બેટરી આપવામાં આવી છે.