સલમાન ખાનની પ્રોપર્ટી વિવાદોમાં, ગ્રીન એક્ટિવિસ્ટ્સે ઉઠાવ્યા સવાલ
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મુંબઈનાં ખાર સ્થિત પ્રોપર્ટી વિવાદોમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટીને એક રીટેલ ફૂડ કંપનીને ભાડે આપવામાં આવી છે. હવે તેણે અહીં એક વૃક્ષને કાપવાની પરવાનગી માંગી છે. આના પર પર્યાવરણ મામલે જોડાયેલા કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો છે. આ મામલે એક આવેદન બીએમસીને આપવામાં આવ્યું છે. આવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષ કોઇપણ રીતની તકલીફ નથી, આ માટે આને કાપવા માટેની પરવાનગી ના આપવી જોઇએ.
એક રીપોર્ટ પ્રમાણે કંપનીએ બીએમસીને કહ્યું છે કે તે પહેલાથી જાણતા હતા કે અહીં વૃક્ષ છે. હવે આ ફાયર એન્જિન જેવા વાહનો માટે મુશ્કેલી બન્યું છે. તેઓ ગ્રીન એક્ટિવિસ્ટ્સની એ વાતથી સહમત છે કે વૃક્ષ આવતા-જતા લોકો માટે મુશ્કેલી ઊભી નથી કરતુ, પરંતુ ઇમરજન્સી દરમિયાન મુશ્કેલી બની જાય છે. કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રૉપર્ટીનું નિર્માણ થઇ રહ્યું હતુ ત્યારે બીએમસીએ આને ગ્રીન સિગ્નલ આપી દીધું હતુ. આ વૃક્ષને કાપવાનો કોઇ ઉલ્લેખન નહોતો. હવે બીએમસીએ એક પબ્લિક નોટિસ જાહેર કરી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ‘ઑનરે આ વૃક્ષને કાપવાની પરવાનગી માંગી છે, જો સ્થાનિય લોકોને આની પર વાંધો હોય અથવા કોઈ સલાહ આપવા માંગતા હોય તો આ અઠવાડિયે ગુરૂવાર સુધી આપી શકે છે.’
પ્રૉપ્રટી ઑનર એટલે કે સલમાને આ વાતનો ભરોસો આપ્યો છે કે તેઓ આ વૃક્ષને ક્યાંય બીજે ટ્રાંસપ્લાંટ કરશે. જો કે અત્યારે આ મામલો કોઇ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી. ગુરૂવાર પછી નિર્ણય થશે કે વૃક્ષ બનેલુ રહેશે કે પછી તેને કાપવામાં આવશે. વર્કફ્રંટની વાત કરીએ તો સલમાન અત્યારે પોતાની ફિલ્મ ‘ભારત’નાં કારણે ચર્ચામાં છે. ‘ભારત’માં કેટરીના કૈફ, દિશા પટની અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે.