ગુજરાત

સાસણ ગીરના જંગલમાં સિંહ દર્શન માટે હવે મહિલા ડ્રાઇવર પણ ચલાવશે સફારી જીપ્સી

 

એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે, સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરો ને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. આ છે ગીરનું વિશાલ જંગલ કે જ્યાં એશિયાઈ બબ્બર સિંહ વસવાટ કરે છે. ગીરનું જંગલ અને ગુજરાતનું ગૌરવ સામ કેશરી સિંહોની એક ઝલક જોવા માટે દુનિયાભરના સહેલાણીઓ સાસણ ગીર આવે છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે હવે પ્રવાસીઓને સિંહથી રૂબરૂ કરાવવા માટે જંગલમાં મહિલાઓ જીપ્સી ચલાવીને જવાની છે અને એટલે જ વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે, સરકારના સ્ત્રી શશક્તિકરણ અભિયાનનાં ભાગરૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામના પ્રયાસો થી સરકાર દ્વારા સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલા તાલિમ વર્ગની શરૂઆત વન વિભાગના મદદનીશ અગ્ર મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.

 

 

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભારત માં સૌ પ્રથમ વખત ગીરના જંગલમાં મહિલાઓની ભરતી કરી હતી અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં મહિલા જંગલમાં ખૂંખાર પ્રાણીઓ સાથે નીડરતા પૂર્વક સંનિષ્ટ કામગીરી કરી રહી છે. ત્યાર પછી સાસણ ગીરમાં ગાઈડ તરીકે પણ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં પણ મહિલાઓ સફળતા પૂર્વક કામગીરી કરી પગભર અને આત્મનિર્ભર બની છે ત્યારે હવે ડ્રાયવર તરીકે પણ મહિલાઓને તૈયાર કરવાનું વન વિભાગે બીડું જડ્પ્યું છે અને એટલેજ સાસણ ગીરની ગરીબ અને આદિવાસી મહિલાઓને જીપ્સીનું ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે, મહિલાઓ હોંશે હોંશે ડ્રાયવિંગ શીખી રહી છે.

https://www.youtube.com/watch?v=_NEXx1yXyFE&feature=youtu.be
વન વિભાગના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગ શીખવામાં આવશે અને મહિલાને દેવળીયા પાર્કમાં ચાલતી જીપ્સીઓમાં સ્થાન આપવામાં આવશે, મહિલા ડ્રાયવરનો પ્રયોગ સફળ થયા પછી અન્ય મહિલાઓને સમાવી લઈને ગીરના જંગલમાં ચાલતી જીપ્સીઓમાં પણ મહિલાઓને ડ્રાયવર તરીકે સ્થાન આપવામાં આવશે, તાલિમ વર્ગની શરૂઆત સમયે સાસણ ગીર એ. સી. એફ. રાજદીપસિંહ ઝાલા, આર. એફ. ઓ. ડી. પી. દવે સાસણ ગીર ના સરપંચ જુમ્માભાઈ કટિયા વગેરે હાજર રહ્યા હતા.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button