CBIનાં ડાયરેક્ટર પદ માટે આર કે શુક્લાની કરાઈ નિમણૂક
નવા સીબીઆઈ તરીકે ડાયેક્ટર ઋષિ કુમાર શુક્લાની નિમણૂક કરાઈ છે. તેઓ 1983 બેચનાં IPS અધિકારી છે અને મધ્યપ્રદેશનાં પોલીસ મહાનિયામક પણ રહી ચુક્યા છે. સરકારે તેમની સીધી નિમણૂક કરી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાનની આગેવાની વાળી બેઠકે બીજી વખત પણ બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં તપાસ એજન્સીનાં ડાયરેક્ટર પદ પરની નિમણૂક અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
ઋષિ શુક્લા મૂળ ગ્વાલિયરનાં રહેવાસી છે. શરૂઆતી તેમનું પોસ્ટિંગ CSP રાયપુર કરવામાં આવ્યુ હતુ. તેઓ દમોહ, શિવપુરી અને મંદસૌર જિલ્લામાં પણ SP રહી ચુક્યા છે. શુક્લા 2009 થી 2012 સુધી ADG ઈન્ટેલિજેન્સ પણ રહી ચુક્યા છે.
આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈનું પ્રમુખ પદ 10મી જાન્યુઆરીથી ખાલી હતુ. ભ્રષ્ટાચારનાં આરોપો પર ગુજરાત કેડરનાં આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચેની ખેંચતાણ થઈ હતી. વર્મા અને અસ્થાના બન્નેએ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.વર્માને પદ પરથી હટાવ્યા બાદ એમ.નાગેશ્વર રાવ ઈન્ટિરમ સીબીઆઈનાં પ્રમુખ તરીકે કાર્યરત છે. શુક્રવારે વડાપ્રધાનના નિવાસ્થાને યોજાયેલી બેઠક એક કલાકથી પણ વધુ ચાલી હતી. અગાઉ 24મી જાન્યુઆરીએ પણ બેઠક યોજાઈ હતી. પરંતુ સીબીઆઈ પ્રમુખ પર કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.